સામાન્ય સભામાં પ્રજાના કામો નહીં થતા હોવાની વાતને લઈને વિપક્ષે સામાન્ય સભામાં મેયરને રીતસરના પ્રશ્નોની જડી વર્ષાવી હતી તથા ભ્રષ્ટાચાર મુદે કમિટી રચવા માટેની આપેલી ખાત્રીની મેયર પ્રવિણ પટેલને કોંગ્રેસના જીતુભાઈ રાયકાએ યાદ અપાવી હજીસુધી આ કમીટીની રચના કેમ થઈ ન હતી. ઉપરાંત કોંગ્રેસ તરફથી શૈલેન્દ્રસિંહ તથા અન્ય કોર્પોરેટરોએ છેલ્લા આઠ માસથી કચરાની વ્યવસ્થા વગર પ્રજાને રાખવા માટે ભાજપની અણઆવડત અને શા માટે સેવા ન આપતા મ્યુ. કોર્પોરેટર ટેક્ષ ઉઘરાવે છે. તે મોટુ પ્રજાનુ પાપ કરી રહ્યા હોવાનું કહી રીતસર જવાબ માંગ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારની કમીટી રચવા બાબતે ઠોસ પુરાવા હોય તો જ કમીટીની રચના કરીએ તેવી વાત કરી ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદાને ઉડાડવાનો પ્રયાસ મેયર દ્વારા કરાયો હતો.
કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પ્રવિણ પટેલ હતા ત્યારે આ કચરાની ગાડીઓ ભ્રષ્ટાચારી રીતસરથી ખરીદાઈ હતી. જે હાલ ઠપ થઈ ગઈ છે. ૧ વર્ષથી બંધ પડેલી કંપનીની ગાડીઓ ખરીદાઈ હતી ત્યારબાદ પણ આખુ ડોર ટુ ડોર ટેન્ડર સીંગલ પાસ કરી અને સાધનો મનપા દ્વારા ખરીદી મોટો ભ્રષ્ટાચાર થયાની જાણકારો પાસેથી માહિતી મળી છે. જેની તપાસ થાય તો પોલ ખુલી જાય તે માટે કમીટીની વાતને ટાળી દેવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા જેના ઉત્તરમાં દશેરા સુધીમાં બસ સેવા ચાલુ કરી દેવાની ખાત્રી પણ શાસકપક્ષ તરફથી આપવામાં આવી હતી. કમીશનરે કેટલીક પ્રક્રિયા હાલ ટેન્ડર પ્રક્રિયામાં હોવાનો ઉત્તર પાઠવી બધુ સમયસર પુરુ થઈ જશે તેવું કહેતાં વિપક્ષને ખાત્રી મળી હતી. આ ઉપરાંત કોઈ બજેટેડ હોય તેવું કોઈ પણ કામ પેન્ડિંગ નહી. હોવાનું સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું હતું.
આખરે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને પ્રશ્નોની જડી વરસાવતા મેયરે છેવટે સભા બરખાસ્ત કરી દેવી પડી હતી. શૈલેન્દ્રસિંહે મલ્ટી લેવલ પાર્કીંગ ઉપરાંત રેન બસેરા, શહેરી બસ સેવા, ડોર ટુ ડોર ટેન્ડર, સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો સામાન્ય સભામાં ઉઠાવી વિપક્ષ તરીકે ટકકરના સવાલોથી સભામાં મેયરને ઘેર્યા હતા.