ગ્રીષ્મ ઋતુમાં ફળોની રાણી કેસર કેરીના પાક તૈયાર થતાં હવે સિહોર સહીત ભાવનગર જિલ્લામાં કાચી-પાકી કેસર કેરીનું વેંચાણ થઈ રહ્યું છે. કોરોનાની બીકથી છેલ્લા 50 દિવસથી લોકોએ અન્ય ફળો ખાવાનું ટાળ્યું છે. હવે કેસર કેરીનું આગમન થયું છે. લોકડાઉન 4માં આંતર જિલ્લામાં છૂટછાટ મળતા કેસર કેરનું વેચાણ શરૂ થયું છે.

ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં કેસર કેરી સહીતની અન્ય જાતની કેરીઓનો સ્વાદ માણવો આરોગ્ય માટે ઉતમ પ્રકારનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર વાસીઓ કેસર કેરીના સ્વાદ માટે ફ્રુટ બજારમાં ઉમટી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી સિહોરમાં ધીમે ધીમે કેસર કેરીની જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાંથી આવક થઈ રહી છે.
કેરીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આથી ભાવ પણ સારા મળી રહ્યા છે. હાલ એક બોક્સ ના 800થી 900 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાય રહ્યો છે. સરેરાશ ભાવ 500થી પણ વધુ મળી રહ્યો છે.
સંદીપ રાઠોડ