હેલ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અફઝલ સર દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને લેખિત મા રજૂઆત કરેલ છે કે ભારત સરકાર દ્વારા ચાલતી મુહિમ ફિટ ઇન્ડિયા ત્યારે જ સફળ રહેશે જ્યારે દરેક ભારતીય સ્વસ્થ રહેશે.લાંબાં લોકડાઉન ના કારણે લોકો ઘરમાં જ છે અને શારીરિક શ્રમ થી દૂર છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી અને લાંબા સમય થી શારીરિક વ્યાયામ માટે જીમ પણ બંઘ છે જેથી લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે ગુજરાત રાજ્યના ગીર-સોમનાથ જીલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સઁખ્યા અન્ય જિલ્લા કરતા ખૂબ ઓછી છે અને ગુજરાત સરકારે અહી ઘણી બાબતો માટે છૂટછાટ આપેલ છે પણ આ છૂટછાટો મા જીમ ખોલવાની છૂટ આપેલ નથી.સરકારે આ બાબતની નોંધ લઈને વહેલી તકે “ફિટ ઇન્ડિયા.. ફિટ ગુજરાત” માટે જીમ ખોલવા માટે જાહેરાત કરવી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા જિલ્લામાં ઘણી છૂટછાટ આપેલ છે જો જીમ ખોલવાની સરકાર પરવાનગી આપે તો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કાર્ય રહેશે માટે વ્યક્તિના આરોગ્યને જેનાથી ફાયદો થતો હોય અને રોગપ્રતિકારક શક્તિમા વધારો થતો હોય તેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ અને જીમ ખોલવા માટે વહેલી તકે પરવાનગી આપવી જોઈએ આ તકે “ફિટ ઇન્ડિયા… ફિટ ગુજરાત” ના સૂત્રને માનનારા યુવા નેતા સામાજીક કાર્યકર્તા અફઝલ સર એ ડેપ્યુટી કલેકટર ને આવેદન આપેલ હતું જેમાં વેરાવળ ના જીમ સઁચાલકો અને ફિટનેસ ટ્રેનરો ઇમરાનભાઈ બગીયા,ડો.અંકુર સિરોદરિયા,બિલાલ હાલાઈ,સઁજય અગિયા,અસલમ મલિક હાજર રહયા હતા.
હાજી પંજા દ્વારા વેરાવળ