રાજુલામાં રિલાયન્સ ડીફેન્સ સામે ચાલતા આંદોલનકારીઓના મંડપો હટાવી દેવાયા

636
guj3132018-1.jpg

રાજુલા સ્થિત રીલાઈન્સ ડીફેન્સ ચાલતા કોન્ટ્રાકટરો અને વર્કરોના બાકી લગભગ ૯૦ કરોડ જેટલી રકમ રીલાઈન્સ ડીફેન્સ ન ચુકવતા અને પાંચ વર્ષથી ઉધરાણી કરવા છતા ન આપતા ગુજરાતના અન્ના હજારે પ્રવિણ રામની આગેવાનીમાં ચાલતા આંદોલનને તોડી પાડવા અમરેલી એસ.પી. ખુદ આંદોલનના સ્થળે હાજર રહીને ર૭ દિવસથી ચાલતા આંદોલનનો મંડપ ઉખાડી લેવડાવેલ છે. અને ફકત કંપનીની સાથે જ વાતચીત કરેલ છે અને એક તરફી વલણ અખત્યાર કરેલ છે. આથી આંદોલનકારીઓમાં અને પ્રવિણ રામ દ્વારા નારાજગી વ્યકત કરેલ છે. જયારે બીજી બાજુ જિલ્લા પોલીસ વડા રૂબરૂમાં હાજર રહીને ૭પ જેટલા આંદોલન કરીને અટકાયત કરેલ છે. અને આંદોલન કેવી રીતે તોડાય તેનો રોડ મેપ તૈયાર કરેલ હોય તે રીતે કાર્ય થઈ રહ્યું હોવાનું જણાવેલ છે. જયારે પ્રવિણ રામે જણાવેલ છે કે એસ.પી. કંપનીની તરફેણ કરી રહ્યા હોવાનું જણાય છે. જયારે બીજી બાજુ કંપની સામે ચાલી રહેતા આંદોલનને અને પ્રવિણ રામને ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા સમર્થન જાહેર કરેલ છે. તથા આંદોલનના સ્થળ પર ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ, રામપરા-રના સરપંચ સનાભાઈ વાઘ તથા માજી સરપંચ આતાભાઈ વાઘ તેમજ જીકારભાઈ યાદવ વાળાએ આંદોલન છાવણીમાં હાજર રહીને આંદોલનને સમર્થન આપેલ છે અને આંદોલન કારીઓમાંથી એવી માંગણી ઉઠેલ છે કે પોતાની લેણી રકમ માંગતા આંદોલનકારીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી રહેલ છે અને મંડપ પણ ઉપાડી લેવામાં આવેલ છે છતા લોકો મકક રીતે આંદોલન સ્થળે હાજર આ કાળઝાળ ગરમી રહે છે. 

Previous articleઅસ્મિતા પર્વ-ર૧નું થયેલું સમાપન
Next articleદામનગર શહેરમાં ગૌવંશની દયનિય હાલત