દામનગર શહેરમાં ગૌવંશની દયનિય હાલત

754
guj3132018-5.jpg

દામનગર શહેર ગૌવંશ બળદોની દુર્દશા ૪ર ડીગ્રીના તડકામાં ભૂખ્યા-તરસ્યા બળદોને જોઈ દિલ દ્રવી ઉઠે તેવી દયનિય હાલતમાં દિવસો સુધી બાંધી રાખતા બળદોની લાચાર સ્થિતિ માલિકોની બેશુમાર પ્રગતિના પર્યાપ્ત હજારો મેગાવોટ ઉર્જાના સ્ત્રોત બળદોની શક્તિનો લાભ મેળવી સ્વાર્થી માલિકો મામુલી રકમમાં બળદોને વેચી દેતા તેના ખરીદારો બળદોને ભૂખ્યા-તરસ્યા ૪૨ ડિગ્રી તડકા બાંધી રાખતા જીવદયા પ્રેમીઓમાં કચવાટ પ્રશાશનિક સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી પશુકલ્યાણ માટે સરકારની બજેટ જોગવાઈ તેના માટે કાયદાઓ તંત્ર પછી પણ ગૌવંશની લાચાર સ્થિતિ કેમ ? ગૌવંશની ઉર્જાનો બેશુમાર ઉપયોગ કરી સમૃદ્ધિના શિખરો સર કરનાર બળદોના માલિક મામુલી રકમમાં બળદોને વેચી સ્વાર્થી સ્વેફિશ સ્વંયમની પ્રગતિમાં પુરોધ ગૌવંશની આવી દયનિય હાલત માટે જવાબદાર છે. દામનગર શહેરમાં ખુલ્લા મેદાનમાં ૪૨ ડિગ્રી તડકામાં ભૂખ્યા-તરસ્યા બળદોને રાહદારીઓ જોઈ વાર વાર કહે છે પાણી પાવ નિરણ નાખો પણ ખરીદારો તો એક પથ્થરની માફક બાંધ્યા પછી છોડે છે. ક્યાં ભારે પીડાતા બળદોની લાચાર સ્થિતિ જોઈ અનેકો જીવદયાપ્રેમીઓ અનેક વખત રૂબરૂ રજૂઆતો કરી ચુક્યા છે આવી ભયાનક પીડા ભોગવતા ગૌવંશ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે ખૂબ મોટીસંખ્યામાં બળદોને કટાર બંધ બાંધી રાખતા ભૂખ્યા તરસ્યા ગૌવંશ માટે સ્વંયમ સહાનુભૂતિ ઉભી થઇ દિવસો સુધી રાહદારીઓની નજરે બિહામણા દ્રશ્યથી અનેકો જીવદયાપ્રેમીઓ ભેગા થયા અને ગૌવંશની દયનિય હાલત અંગે ચિંતા કરતા સબંધ કરતા તંત્રને રજુઆત કરવા તજવીજ કરી હતી.

Previous articleરાજુલામાં રિલાયન્સ ડીફેન્સ સામે ચાલતા આંદોલનકારીઓના મંડપો હટાવી દેવાયા
Next articleહઝરત સીદીમામુપીરનો ઉર્ષ ઉજવાયો, સીદી કી ધમાલે ભારે આકર્ષણ જમાવ્યું