અમરેલી જિલ્લાની આરોગ્ય વિભાગ ની ટીમ ની અમદાવાદ ખાતે ઉમદા કામગીરી

542
અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ની કુલ આઠ આર.બી એસ.કે. ટીમો સતત છેલ્લાં પંદર દિવસ થી અમદાવાદ ખાતે કોરોના સંક્રમણ અંતર્ગત એક્ટિવ કેસ સર્વેની કામગીરી કરી છે. કન્ટેન મેન્ટ ઝોન માં આવતા અસારવા અર્બન હેલ્થ સેન્ટર ના વિવિધ વિસ્તારો માં ઘરે ઘરે ફરી મેડિકલ ઓફિસર, ફાર્મા સિસ્ટ અને આરોગ્ય કાર્યકર ની ટીમ દ્વારા તાવ, શરદી, ઉધરસ, બીપી, ડાયાબિટીસ વગેરે ના દર્દીઓ શોધી, સગર્ભા, નાના બાળકો અને ઉંમરલાયક વૃદ્ધો ની માહિતી એકઠી કરી હેલ્થ સેન્ટર ની સાથે સંકલન કરતા નવા કેસ શોધી સારવાર અને કોન્ટેક્ટ ટ્રેસિંગ ની મહત્ત્વ ની કામગીરી માં ઉમદા યોગદાન આપેલ છે. ઉપરાંત, આયુષ વિભાગ ના સંકલન થી હોમિયોપેથીક દવાઓ અને  આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરી કોરોના સંક્રમણ થી બચવા આરોગ્ય શિક્ષણ આપી જન જાગૃતિ ની પ્રવૃતિ પણ કરી છે. આમ, અમરેલી અને અમદાવાદ આરોગ્ય વિભાગ ના સંકલન થી છેલ્લા ૧૫ દિવસ માં ૧૫૦૦૦ થી વધુ ઘરો માં ૬૦૦૦૦ થી વધુ લોકો સુધી પહોંચી ડો. હરિવદન પરમાર, ડો. કિરણ ગેડીયા, ડો. નિરવ બોરીચા, ડો. જલ્પા કણક, ડો. રાધિકા ત્રિવેદી, ડો. ઋત્વિક પટેલ, મેહુલ બગડા, મિલન પંડ્યા, મૌલિક ધડુક, રાધિકા વાઢેર વગેરે ૨૨ કોરોના વોરિયર્સ ની ટીમ એ કોરોના મહામારી નાથવા મહત્ત્વ નું યોગદાન આપ્યું હતું.
નટવરલાલભાતિયાદ્વારા
Previous articleઅનુભવના ઓટલે અંક: ૬૩ આત્મદર્શન
Next articleયાયાવર નભ વિહારી નો જીવ બચાવી ભય મુક્ત કરતાં પક્ષી પ્રેમીઓ