ઉનાળુ મગફળીની લાણી…

1117

ગોહિલવાડ ના દરવાજે મોંઘેરા મહેમાન મેઘરાજા દસ્તક દેવાની તૈયારીમાં છે ત્યારે ભાવેણા ના પાણી કાંઠાળ-પિયત ધરાવતા વિસ્તારમાં ઉનાળુ લાણીની મૌસમ પુર બહારમાં ખીલી ઉઠી છે બાજરો, તલ,જુવાર તથા મગફળી જેવાં રોકડીયા પાકોની લણણી ધરતીપુત્રો કરી રહ્યાં છે આવા જ એક ખેડૂત તળાજા તાલુકાના ભદ્રવળ ગામે શેત્રુંજી ડેમની કેનાલ મારફતે ખેતી કરતા હોય આજથી ચાર માસ પૂર્વે મગફળીની ખેતી કરી હતી હાલ સમયકાળ પૂર્ણ થતાં પોતાના પરિવાર સાથે મગફળી નો પાક લઈ રહ્યાં છે

Previous articleયાયાવર નભ વિહારી નો જીવ બચાવી ભય મુક્ત કરતાં પક્ષી પ્રેમીઓ
Next articleભાવનગર નું લોક જીવન પૂવૅવત…?!