આશરે અઢી માસ કરતાં અધિક સમય સુધી “કોરોના”વાઈરસની મહામારી અન્વયે સમગ્ર દેશ-રાજય સાથે ભાવનગર પણ “લોક ડાઉન” રહ્યું કેન્દ્ર સરકારે લોકડાઉન અંગે છુટછાટો જાહેર કરતાં સામાન્ય જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે ભાવનગર માં અઢી માસ થી બંધ ધંધા-રોજગારો તથા અન્ય વ્યવસાઈ એકમો લાંબા સમય સુધી ઠપ્પ રહ્યાં બાદ હાલ પુનઃ પાટે ચડી રહ્યાં છે જોકે હજું પણ લોક માનસમાં “કોરોના” વાઈરસનો ભયાવહ ખૌફ યથાવત છે જ ….!