પી.જી.વી.સી.એલ.દ્રારા મૃત્યુ પામનારના પરીવાર ને ૫૦,૦૦૦ હજાર ના બે ચેક આપવામાં આવ્યા,ગ્રામ્ય ભાજપ સંગઠન દ્રારા ઉર્જામંત્રીને રજુઆતથી તાત્કાલિક સહાય મળી. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામે ગત તારીખ-૩૧-૫-૨૦૨૦ ના રોજ બે સગા ભાઈઓના વિજશોક લાગવાથી મોત નિપજ્યા હતા.પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારીના કારણે બે સગા ભાઈઓના મોત થતા બે દીકરીઓએ બાળપણ માંજ પિતાની છત્રછાયા ગુમાવી હતી.મૃત્યુ પામનાર દેવેન્દ્રભાઈ રણછોડભાઈ લીંબડીયા અને જયદીપભાઈ રણછોડભાઈ લીંબડીયા બંને ભાઈઓ જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે પોતાની ભેંસ તળાવની પાળ ઉપર જતી રહેતા તેને પાછી વાળવા તળાવની પાળ પર જતા પી.જી.વી.સી.એલ.ની હેવી લાઈન ના વાયરો જમીનથી ત્રણ થી ચાર ફુટ નિચા વાયરો હોય જ્યારે જયદીપભાઈ રણછોડભાઈ લીંબડીયા(કોળી પટેલ)ભેંસને પાછી વાળવા જતા પી.જી.વી.સી.એલ.ના વાયરો નીચે હોય તેને જયદીપભાઈ અડી જતા વીજશોક લાગતા પોતાના ભાઈ દેવેન્દ્રભાઈ તેને બચાવવા જતા તેમને પણ વીજશોક લાગતા બંને ભાઈઓના ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.જેને લઈ રાણપુર ગ્રામ્ય ભાજપ સંસઠનના આગેવાનો દ્રારા તાત્કાલિક ઉર્જા મંત્રી સૌરભ પટેલ ને વાત કરતા ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્રારા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને તાત્કાલિક ધોરણે મૃત્યુ પામનારના પરીવાર ને તાત્કાલિક સહાય પહોચાડવા સુચના આપવામાં આવી હતી.ત્યારબાદ તારીખ-૧-૬-૨૦૨૦ ના રોજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ દ્રારા મૃત્યુ પામનાર ના પરીવારના ઘરે જઈ પચ્ચાસ હજાર પચ્ચાસ હજાર ના બે ચેક આપવામાં આવ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર