ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ તથા દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે વર્ષ ર૦૧૭-૧૮ દરમ્યાન રાજ્ય પુરસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરનાર તથા ખરીકમાઈ કરનાર સંસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી રનીંગ શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણી, મેયર નિમુબેન બાંભણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.