સરકારની માર્ગદર્શિકા મુજબ આજ તા.૮-૬ થી ધર્મસ્થાનો દર્શન માટે ખોલવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જન્મી છે.અમરેલી જીલ્લાના દામનગર થી ૬ કી.મી. નજીક આવેલ સ્વયંપ્રગટ ભૂરખીયા હનુમાનજી મંદિરનાં ૮૦ દિવસ પ્રવેશદ્વાર અને દર્શન લોકડાઊને કારણે બંધ રહેલ,જે આજરોજ વહીવટી તંત્રની આદેશ બાદ સમય મર્યાદામાં દર્શન માટે ખોલવામાં આવતાં પુજારી પરિવાર,ટ્રસ્ટી ગણ અને સ્થાનિક વેપારીઓ તેમજ અપાર શ્રદ્ધા ધરાવતાં ભક્તોમાં અનહદ ખુશી છવાઈ ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ હનુમાનજી દાદાની મૂર્તિ સંવત ૧૬૪૨ માં ચૈત્ર સુદ પુનમ ની રાત્રે ૧૨ કલાકે સ્વયં પ્રગટ થયેલ.તસ્વીર-અહેવાલ અતુલ શુકલ દામનગર.