કોવીડ-૧૯નાં નામે વિકલાંગોને શિક્ષણથી વંચિત રાખવા નિયામકશ્રી

413

સમાજ સુરક્ષા ખાતાનો પ્રયાસ…
વિરોધ માટે ભાવનગરમાં ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ પ્રમુખ દ્વારા પરિપત્રનો વિરોધ, રાજયવ્યાપી દેખાવો થશે…
વિકલાંગોને સામાન્ય વ્યક્તિની જેવા સબળ અને સક્ષમ બનાવવા છેલ્લા ૨૦૦ વર્ષથી દેશમાં વિશિષ્ટ શાળાઓ કાર્યરત છે. વિદેશી સરકારોએ પણ વિકલાંગ બાળકોના શિક્ષણ માટે ચિંતન અને મનન કરી ખાસ શાળાઓ શરૂ કરવા અને ચલાવવા પ્રોત્સાહન આપ્યું હતું. જેના કારણે ૧૮૮૭માં અમૃતસરમાં પ્રથમ અંધ શાળાનો ઉદય થયો હતો. આઝાદી સુધીમાં આવી અનેક શાળાઓ શરૂ થઇ હોય તેવા પ્રમાણો મળે છે ત્યારે આઝાદ દેશનાં વિકલાંગ બાળકને શિક્ષણ માટે સામાન્ય શાળામાં દાખલ થવા મજબુર બનાવવામાં આવે છે. તાજેતરમાં તા.૦૮/૦૬/૨૦૨૦ ના પત્રથી નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગર દ્વારા વિકલાંગ બાળકોની ખાસ શાળાઓમાં વિકલાંગોને પ્રવેશ નહિ આપવા હુકમ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ પ્રવેશ માટે આવતા વિકલાંગ બાળકોને આસપાસની સામાન્ય બાળકોની શાળાઓમાં પ્રવેશ અપાવવા ખાસ શાળાઓના સંચાલકોને સલાહ આપવામાં આવી છે. એક તરફ ભારત સરકાર અને રાજ્ય સરકાર વિકલાંગોના સર્વાંગી વિકાસની વાતો કરે છે. બીજી તરફ નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગર Right of Children to Free and Compulsory Education Act, 2009/12નું ઉલ્લંઘન કરી ખાસ શાળામાં વિકલાંગ બાળકોને પ્રવેશ નહિ આપવા સંચાલકોને સલાહ આપે છે. તેમ કરી આવા અધિકારીઓ ખાસ શાળાઓ બંધ કરાવવા ઈચ્છે છે કોરોના વાઇરસ (કોવીડ-૧૯)ના કારણે બાળકોને શાળામાં પરીસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી નહી બોલાવવા હુકમ કરવાને બદલે નવા પ્રવેશ આપવાની મનાઈ કરવી Right of Children to Free and Compulsory Education Act, 2009/12 કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે. કોઈપણ બાળકને અસરકારક શિક્ષણની સેવાઓથી વંચિત રાખી શકાતા નથી. તેમ છતા ‘શેઠ કરતા વાણોતર ડાહ્યા હોય’ તેવા હુકમો રાજ્ય સરકારના અધિકારીઓ કરી રહ્યા છે. તેની સામે લાલ આંખ કરી વિજય રૂપાણી મુખ્યમંત્રીને પત્ર પાઠવી વાકેફ કરવામાં આવેલ છે. નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગર દ્વારા કરાયેલ પરિપત્ર રદ કરવામાં નહિ આવે તો હજારો વિકલાંગો મેદાને પડશે. તેના કારણે કોરોનાનું સંક્રમણ વધશે તો તેની જવાબદારી પરિપત્રમાં સહી કરનાર અધિકારીના શિરે રહેશે. તેની માહિતી એક પત્રકાર પરિષદમાં લાભુભાઈ સોનાણી પ્રમુખ ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘે આપી હતી.
બિડાણ:-
(૧)નિયામકશ્રી ગાંધીનગરનો આવેલ પરિપત્રની નકલ
(૨)નિયામકશ્રી ગાંધીનગરને પાઠવેલ પત્ર
(૩)મુખ્યમંત્રીશ્રીને પાઠવેલ પત્ર

લાભુભાઈ સોનાણી
પ્રમુખ ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘ
ભાવનગર
મો:- ૯૩૭૬૬૮૮૫૮૪

Previous articleઅનુભવના ઓટલે અંક: ૬૪ લોકડાઉન
Next articleહદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર