ભરતનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નમસ્તો ફરતો આરોપી વેન્ચરને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

790

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા અને ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ઓ પકડી લેવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભરતનગર બાર નંબરના બસ સ્ટેશન પાસે આવતા ખાનગીરાહે હકિકત મળેલ કે ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન.૦૦૧૪/૨૦૨૦ પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી),૮૧ મુજબના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી અમિત ઉર્ફે વેન્ચર ભરતનગર સીતારામ ચોક ભાવ નગર ઉપર ઉભો છે. તેવી હકિકત મળતા જેથી તુરતજ તે સ્થળ ઉપર જઇ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા તેનું નામ સરનામુ પુછતા પોતે પોતાનું નામ અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર ઉવ.૩૪ રહે. ભાવનગર ભરતનગર મેર રેસીડન્સી ઘર નં-૩/ઇ વાળો હોવાનું જણાવે છે. મજકુરની પુછપરછ કરતા પ્રોહીના ગુન્હાઓમાં નાસ્તો ફરતો હોય અને તેની તે ગુન્હામાં અટકાયત કરવાની બાકી છે. જેથી ભરતનગર પોલીસ સ્ટેશનના રેર્કડ ઉપર આત્રી કરતા મજકુરને પકડાનો બાકી હોય તેની વિરૂધ્ધમાં ઘોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે પોલીસ ઇન્સ. શ્રી. ભરતનગર પોલીસ સ્ટેશન ભાવનગર ને સોપી આપેલ છે. આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા સાગરભાઇ જોગદીયા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા મહિપાલસિંહ ગોહિલ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ પો.કો. જયદિપસિંહ ગોહિલ,તથા સંજયભાઇ ચુડાસમા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleહદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleભાવનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક જુમબેશ શરૂ કરવામાં આવી