બીન સચીવાલય સ્પર્ધાત્મક પરીક્ષા પેપર લીક ગુન્હામા નાસતો ફરતો આરોપી પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ.

473

મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ આર.ડી.જાડેજા સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય અને મે.ના.પો.અધિ શ્રી આર.ડી.જાડેજા સાહેબ નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુન્હા નં-૨૩૩/૨૦૧૯ ઇપિકો કલમ ૪૦૬,૪૨૦,૧૨૦બી વીગેરે મુજબના ગુન્હાના કામે છેલ્લા છએક માસથી નાસતો ફરતો આરોપી પ્રવીણદાન શીવદાન ગઢવી રહે-અમદાવાદ વાળો હાલ પાલીતાણા તેના સાળા રામભાઇ નરેશભાઇ ગઢવી રહે- અખાડા નાની શાક માર્કેટ પાસે પાલીતાણા ખાતે આવેલ હોવાની બાતમી મળતા બાતમી હકીકત થી પો.ઇન્સ શ્રી એન.એમ.ચૌધરી પાલીતાણા ટાઉન પોસ્ટે નાઓને વાકેફ કરી આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જેથી ગારીયાધાર પોસ્ટે પો.સબ.ઇન્સ શ્રી કે.એસ.ચૌધરી સાહેબ તથા તેમની ટીમ ની મદદ મેળવી અલગ અલગ પોલીસ ટીમો બનાવી બાતમી વાળા મકાને તપાસ કરતા આરોપી પ્રવીણદાન શીવદાન ગઢવી ઉવ-૩૬ રહે-સદન સુપર્બ વંદે માતરમ ગોતા અમદાવાદ વાળાને પકડી પાડી મજકુરને ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુન્હા નં-૨૩૩/૨૦૧૯ ઇપિકો કલમ ૪૦૬,૪૨૦,૧૨૦બી વીગેરે મુજબના ગુન્હા નાં કામે સીઆરપીસી કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ છે આમ પાલીતાણા ટાઉન પોલીસને બીન સચીવાલય સ્પર્ધાત્મક પરીક્ષા પેપર લીક ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડવામા સફળતા મળેલ છે

આ કાર્યવાહીમા પો.ઈન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા પો.સબ.ઇન્સ કે.એસ.ચૌધરી સાહેબ ગારીયાધાર પોસ્ટે તથા પાલીતાણા ટાઉન પોસ્ટે ના એ.એસ.આઇ ડી.એ.ગોહીલ તથા પો.હેડ.કોન્સ જે.જી.ભંડારી તથા પો.હેડ.કોન્સ ભરતભાઈ ચૌહાણ તથા પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ તથા પો.કોન્સ વીજયસિંહ ગોહીલ તથા પો.કોન્સ અજીતભાઇ પનારા તથા પો.કોન્સ હરેશભાઇ ઘાંઘળ તથા વુ.પો.કોન્સ કોમલબેન બારૈયા વિગેરે કરેલ છે.

Previous articleભાવનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક જુમબેશ શરૂ કરવામાં આવી
Next articleગીર ગઢડા તાલુકાના ગીર વિસ્તારમાં સતતં ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ