ગીર ગઢડા તાલુકાના ગીર વિસ્તારમાં સતતં ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ થયાવત રાવલ અને શાહી નદીમાં પુર આવ્યું હતું. પૂર્વગીર વિસ્તારમાં સતતં ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ થયાવત તુલશીશ્યામ જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી રાવલ અને શાહી નદીમાં પુર આવ્યું હતું.
ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય અને જંગલ વિસ્તારોમાં તુલશીશ્યામ,જસાધાર,વડલી,નીતલી,મોતીસર,સોનારીયા, ધોકડવા, બેડીયા,નગડીયા સહિત અનેક વિસ્તારોમાં આજે બપોરના બે કલાકમાં ચાર ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો ચારેય તરફ પાણી પાણી જોવા મળ્યું. ગીર ગઢડા તાલુકાના ધોકડવા તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ પંથકમાં નદી નાળા છલકાઈ ગયા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
રિપોર્ટ
હમીરસિંહ દરબાર
ગીર સોમનાથ