રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં વરસાદી પાણી નો નિકાલ કરવા સરપંચ ને રજૂઆત કરાઈ.

603

અંડર ગ્રાઉન્ડ ગટરના ઉભરાતા પાણી અને વરસાદી પાણીનો નિકાલ કરવા રજુઆત કરવામાં આવી,નવો બની રહેલો રોડ એક ફુટ નીચો બનાવા રહીશોની માંગ.

બોટાદ જીલ્લાના રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટી,વૃંદાવન સોસાયટી અને આદીત્યવિલા સોસાયટી માં ચોમાસા દરમ્યાન વરસાદ પડે એટલે આ સોસાયટી અંડર ગ્રાઉંન્ડ ગટર ,વરસાદી પાણી નો ભરાવો અને નવો બની રહેલ રોડ ને નીચો ઉતારવા આ વિસ્તારના રહીશો દ્રારા ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા ને રજુઆત કરવામાં આવી હતી.છેલ્લા કેટલાય વર્ષોથી ગાયત્રી સોસાયટી,વૃંદાવન સોસાયટી અને આદીત્યવિલા માં ચોમાસા દરમ્યાન થોડા વરસાદમાં જ ઘરો માં પાણી ભરાઈ જાય છે.અને અંડર ગ્રાઉન્ડ ગટર નુ પાણી ૨૪ કલાક રોડ ઉપર ઉભરાય છે અને ત્યાના રહીશોને આવા ગંદા દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવુ પડે છે.ત્યારે હાલ આ વિસ્તારમાં ધારપીપળા રોડ ઉપર નવો સી.સી.રોડ બનાવામાં આવી રહ્યો છે ત્યારે આ રોડ હાલ ના લેવલ થી એક ફુટ સુધી નીચો બનાવવામાં આવે અને વરસાદી પાણી નો નિકાલ કર્યા બાદ રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ રાણપુર ગ્રામ પંચાયત ના સરપંચ ને રજુઆત કરવામાં આવી હતી.

તસવીર-વિપુલ લુહાર

Previous articleSRP સ્થાઈ કરો ની માંગ સાથે ટ્વિટર પર જસ્ટિસ ફોર SRP ના હેશટેગ પર SRP જવાનની દીકરી નો ફોટો થયો વાયરલ
Next articleઈશ્વરિયા ગામને સરકારી માધ્યમિક શાળા ફાળવવામાં આવતા ગ્રામજનોમાં આનંદ