ભાવનગર યુનિ.ની પરીક્ષા સ્થગિત કરવા રાજયપાલ ને રજુવાત કરતા લાભુભાઈ સોનાણી

501

કોરોના વાઈરસ (કોવીડ-૧૯)એ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૯ તેમજ ૧૧ ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. તેમજ જે-તે ધોરણના બાળકોને અન્ય પરીક્ષાઓના મૂલ્યાંકનના આધારે ઉપરની કક્ષામાં ચડાવવામાં આવેલ છે. કોલેજના પ્રથમ તથા દ્વિતીય વર્ષમાં પણ યુનિવર્સીટીએ તે અભિગમ અપનાવેલ છે. પરંતુ ફાઈનલ વર્ષની પરીક્ષાઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા ૨૫ જુનના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હોલ ટીકીટ પણ ઇસ્યુ કરી દેવામાં આવી છે. બીજી તરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય પેસી ગયો છે. પરિણામે પરીક્ષા આપી શકે તેવી વિધ્યાર્થીઓની માનસિક સ્થિતિ નથી. બીજી તરફ મૂલ્યવાન માનવીય જિંદગીનું પણ જોખમ છે. બાળકોમાં સંક્રમણની સંભાવનાઓ વધુ છે ત્યારે યુનિવર્સીટીએ તાબડતોબ પરીક્ષા મુલતવી રાખવા વિચારણા કરી પરિપત્ર બહાર પડવો જોઈએ અથવા પ્રથમ તેમજ દ્વિતીય વર્ષમાં જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તેનો અમલ ફાઈનલ વર્ષમાં પણ કરવો જોઈએ.
જ્યારે વિદ્યાર્થી માનસિક રીતે સ્વસ્થ ન હોય ત્યારે તેને મૂલ્યાંકન માટે કસોટીપત્ર આપવું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેની માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મુકવા બરાબર છે. જે યુનિવર્સીટી વિધાર્થીઓનું ઘડતર કરવા રાતદિવસ પ્રયાસ કરે છે તે યુનિવર્સીટી વિધ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ઉપર જોખમ ઊભું થાય તેવા કોઈ પગલાં ભરશે નહિ તેવી મને શ્રદ્ધા છે. તજજ્ઞ શિક્ષણવિદો યોગ્ય વિચારણા કરશે તેવી અપેક્ષા સહ…

Previous articleબેરોજગાર યુવાનોને રોજગારી આપવા માંગે છે કે નહીં- સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ
Next articleભાવનગર શહેર, જિલ્લામાં ફરજરત એક હજાર જવાનોની પ્રશંસનીય સેવા સંદર્ભે એક આગવી પહેલ