જીવનનગર નવરાત્રિ મહોત્સવ સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર પ્રાચીન ગરબી મંડળ અને વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળના સંયુકત ઉપક્રમે ગુરૂવાર તા. ર૧ મી તા. ર૯ મી સુધી ત્રણ ગ્રુપની બાળાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. નવરાત્રિ મહોત્સવનું શાનદાર ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવશે. બાળાઓને તાલીમ પૂર્ણ કરી અવનવા રાસ-ગરબાનું આબેહુબ નિદર્શન કરવામાં આવશે. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે જીવનનગર પ્રાચીન ગરબીએ ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪ મા વર્ષે બેડા, ટીપ્પણી, દીવડા, ખંજરી, છત્રી વિગેરે રાસ-ગરબા રજૂ કરી બાળાઓ પોતાનું કૌશલ્ય બતાવશે. ગરબી મંડળને અનેક પારિતોષિક મળ્યા છે તેમાં ટીમવર્ક મુખ્યત્વે છે.