ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા,જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે ભાદર નદી અને ગોમા નદીમાં પુર આવતા નાગનેશ અને દેવળીયા ગામે જવાનો રસ્તો બંધ થઈ જતા ગામલોકો હેરાન-પરેશાન.
બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત સમગ્ર પંથકમાં મેઘરાજા એ ગત રાત્રી ના ધમાકેદાર બેટીંગ કરી હતી.અને નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા.જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે ભાદર નદી અને ગોમા નદીમાં પુર આવતા નાગનેશ અને દેવળીયા ગામે જવાનો રસ્તો બંધ થઈ જતા ગામલોકો ને ભારે હાલાકી.નો સામનો કરવો પડ્યો હતો.રાણપુર શહેર સહીત ગ્રામ્ય પંથક માં ગત રાત્રી દરમ્યાન વરસાદની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી.ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા ભાદર નદી અને ગોમા નદીમાં પુર આવતા નાગનેશ અને દેવળીયા ગામ પ્રભાવીત થયા હતા.વિજળીના કડાકા અને ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડતા રાણપુરના ગાયત્રી સોસાયટી,મદનીનગર,અશર સોસાયટી,આંબાવાડી સહીત નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા.મદનીનગર સોસાયટી માં વરસાદી પાણી નો કોઈ નિકાલ ન હોવાના કારણે રહીશો ને પાણી માંથી પસાર થવા મજબુર બન્યા છે. રાણપુરના ગ્રામ્ય પંથક માં મેઘરાજા એ ઘમાકેદાર બેટીંગ કરતા ધરતીપુત્રો માં પણ આનંદ છવાઈ ગયો હતો.જ્યારે ઉપરવાસ માં ભારે વરસાદ ને કારણે ભાદર નદી અને ગોમા નદી માં પુર આવતા નાગનેશ અને દેવળીયા ગામે જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.રાણપુરની ગોમા નદી માં પણ મોટા પ્રમાણ માં પાણી આવતા ભાદર નથી બે કાંઠે આવી હતી.જ્યારે જ્યારે ભાદર નદીમાં પુર આવે છે ત્યારે નાગનેશ ગામના લોકો ને ૫ કીલોમીટર ફરી ને નાગનેશ જવુ પડે છે. ગયા વર્ષે નાગનેશ ગામના લોકો એ પોતાની જાતે ફાળો એકત્ર કરી નદી માં રસ્તો બનાવ્યો હતો.પરંતુ નદી માં પુર આવતા આ રસ્તો ધોવાઈ ગયો છે.સરકાર માં અનેક વખત રજુઆત કરવા છતા આજ દીન સુધી આ પ્રશ્ન નો કોઈ નિકાલ આવ્યો નથી.જ્યારે દેવળીયા ગામે પણ આજ પરીસ્થીતી છે દેવળીયા ગામે જવાનો એક માત્ર રસ્તો છે એ છે ભાદર નદી માં થઇ ને પણ ભાદર નદી માં પુર આવતા જ આ એકમાત્ર રસ્તો બંધ થઈ જાય છે અને દેવળીયા ગામ નો સંપર્ક તુટી જાય છે અને ગામલોકો હેરાન-પરેશાન થઈ જાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસા માં વરસાદ સારો થતા દેવળીયા ગામની ભાદર નદીમાં પાણી વહેતુ હતુ અને પાણી વધુ ફોર્સ થી વહેતુ હોવાના કારણે નદીમાં ઉતરાય એમ ન હોવાથી દેવળીયા ગામના એક પરીવારે મૃતક નુ બેસણુ ગામને સામે કાંઠે એટલે કે નદી ને સામે કાંઠે રાખવા મજબુર બન્યા હતા..
તસવીર-વિપુલ લુહાર