દોઢ કિલો ચાંદી તથા જર્મન ઘાતુના વાસણો સહિત કુલ કિ.રૂ. ૬૨,૮૭૨/-ના મુદામાલ સાથે ઝડપી ઘરફોડ ચોરીનો એક ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

623

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ.
આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટારફનાં માણસો પો.ઇન્સ. એલ.સી.બી ભાવનગરનાં ઓની સુચના મુજબ ભાવનગર શહેર વિસ્તા રમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હા ઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં ખા.વા.માં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન ભાવનગર, ગધેડીયાપાસે રોડ ઉપર આવતાં હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ સરવૈયાને સંયુકત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર સહકારી હાટ પાસે એક ઇસમ ઉભો છે. અને તેની પાસે એક શંકાસ્પદ કોથળો હોય અને તેમા ચોરાઉ ચિજ વસ્તુઓ લઇને ઉભો છે.તેવી હકિકત મળતા તુરતજ હકિકત વાળી જગ્યાએ આવતા ઉપરોકત બાતમી વાળો ઇસમ કોથળા સાથે ઉભેલ હોય જેથી તેને જેમનો તેમ પકડી નામ સરનામુ પુછતા વિજયભાઇ હિંમતભાઇ સોલંકી/દેવી પુજક ઉ.૨૧રહે.ગધેડીયા મેદાન, રીલાયન્સ પેટ્રોલપંપની સામે, ભાવનગર. મુળ-ત્રાપજ ગામ, તા. તળાજા વાળો હોવાનું જણાવેલ.અને મજકુરના હાથમા એક કાળા કલરનુ પ્લાસ્ટીકનુ ઝબલુ હોય તેમાંથી નિચે મુજબની વસ્તુઓ મળી આવેલ

(૧) ચાંદીનો ઢાળીયો વજન ૧ કીલો ૪૬૦ મીલી ગ્રામ કી.રૂ ૬૦,૦૦૦/-
(ર) એક લોખંડનો ગણેશીયો કી.રૂ.૨૦/-
(૨) સ્ટીલના ડબ્બા નંગ-૦૪ કુલ રૂ ૮૦૦/-
(૩)એક સ્ટીલનુ કુકર કી.રૂ.૫૦૦/-
(૪) જર્મન ધાતુનો ઘડો કી.રૂ.૫૦૦/-
(૫) જર્મન ધાતુનો પ્રાયમસ કી.રૂ.૨૦૦/-
(૬) જર્મન ધાતુની થાળી કીરૂ.૩૦૦/-
(૭) પીતળનુ તપેલુ કી.રૂ.૫૦૦/-
(૮) જર્મન ધાતુનો ગ્લાસ કી.રૂ ૫૦/-
ઉપરોકત વસ્તુઓ બાબતે બીલ આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા અને ફર્યુ ફર્યુ બોલતો હોય સદરહું મિલકત ચોરી અથવા છળ કપટથી મેળવેલ હોવાનુ જણાય આવતા સદરહું મુદામાલ શકપડતી મિલ્કત ગણી કિ.રુ.૬૨.૮૭૨/-નો મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરેલ અને મજકુરને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી મુજબ ઘોરણસર અટકાયત કરેલ અને આગળની કાર્યવાહી માટે પોલીસ ઇન્સ. શ્રી. નિલમબાગ પોલીસ સ્ટેશન ભાવનગર માં સોપી આપેલ છે.મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા તેણે એકાદ માસ પહેલા મિલ્ટ્રી સોસાયટી બજરંગદાસ હોલની બાજુમા એક બંધ રહેણાક મકાનના તાળા તોડેલા અને તેમાથી કોઇ ચીજ વસ્તુઓ ચોરાયેલ નહી જે બાબતે બોર તળાવ પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૧૧૧૯૮૦૧૫૨૦૧૨૦૭ ઇ.પી.કો. કલમઃ- ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ.વનરાજભાઇ ખુમાણ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ઘનશ્યામ ભાઇ ગોહિલ તથા સાગરભાઇ જોગદીયા તથા જયરાજસિંહ જાડેજા પો.કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા વિઠ્ઠલભાઇ બારૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયેલા

Previous articleભાવનગર શહેરમાં પોલીસ દ્વારા માસ્ક ન પેહરનારાઓ અનેક વાહનચાલકોન દંડાયા
Next articleઆવો કરીયે પર્યાવરણની જાળવણી” વિષયને લઈને ભાવનગરમાં નમૂનેદાર કામગીરી