આવો કરીયે પર્યાવરણની જાળવણી” વિષયને લઈને ભાવનગરમાં નમૂનેદાર કામગીરી

504

ભાવનગર જિલ્લામાં સમઢીયાળા પાંજરાપોળની જમીન દત્તક લઈને ગાયો માટે ચારો તથા અલગ અલગ જાતના 2000 જેટલા વૃક્ષ, છોડ ઉંચેર કરવાનું તથા ડુંગરાળ વિસ્તારમાં સિડબોલ બનાવી વૃક્ષ વાવી સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવાનું કાર્ય શ્રી કિશોભાઈ ભટ્ટ,અરુણભાઇ જૈન ,મનસુખભાઇ બોરીચા,ડૉ. રાજુભાઇ પાઠક અને મહેશભાઈ મોરીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા એક મહિનાથી વૃક્ષારોપણ તથા હીરામણી ઘાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.તા. 14/6 ને રવિવારના રોજ સીતાફળ, ચીકુ,જામફળ,મહેંદી,સાદડ, આંબલી, કરંજ,વડ,પીપળો,લીમડો,પીપર આસોપાલવ , ઉમરો
જેવા 900 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું. અમારી ટીમ દ્વારા છેલ્લા મહિના દિવસથી 2000 અલગ અલગ જાતના વૃક્ષ અને છોડનું વાવેતર કરેલ છે. આગામી સમયમાં વૃક્ષારોપણનું કાર્ય સતત શરૂ રહેશે તથા ઔષધિ બાગ બનાવવાનું આયોજન છે.
આવો આપણે સૌ સહિયારા પ્રયાસથી આ પૃથ્વીને હરિયાળી બનાવી કુદરતનું કાર્ય કરીએ.પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આજના દિવસે અલગ અલગ સમયે આવી વૃક્ષારોપણ કરવામાં આવેલ.આજના દિવસમાં સેવાકાર્યમાં ભાવનગરના મેયરશ્રી મનભા મોરી ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના ચેરમેનશ્રી નિલેશભાઈ રાવલ,ડેપ્યુટી ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ ગોહિલ, ડી.ડી. ગોહિલ સાહેબ ,મમતાબેન ચૌહાણ (વલ્લભીપુર)શાસનાધિકારીશ્રી ભટ્ટ સાહે(ભાવનગર),જીજ્ઞેશભાઈ ત્રિવેદી સાહેબ (મહુવા) તથા વી.આર.ટી.આઈ ની સમગ્ર ટીમ તથા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઇ શાહની સમગ્ર ટીમ તથા અથાગ મેહનત કરનાર પર્યાવરણ પ્રેમી શિક્ષક મિત્રો તથા અન્ય પર્યાવરણ પ્રેમી મિત્રો દ્વારા 900 જેટલા વૃક્ષનું વાવેતર કરી વૃક્ષનો ઉછેર કરવાનો સંકલ્પ લીધેલ.આ તકે પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહેલ અને કાર્યને બિરદાવેલ.

Previous articleદોઢ કિલો ચાંદી તથા જર્મન ઘાતુના વાસણો સહિત કુલ કિ.રૂ. ૬૨,૮૭૨/-ના મુદામાલ સાથે ઝડપી ઘરફોડ ચોરીનો એક ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleતાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા ગામની સંરક્ષણ દિવાલના મુદ્દે ઉપવાસ પર બેસેલ