ભાવનગર શહેરના બોળ તળાવમાં એક યુવાનની તરતી લાશ જોવા મળી હતી આ બનાવની જાણ ભાવનગર ફાયર વિભાગ અને પોલીસને કરતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, ફાયર ટીમે આ તરતી લાશને બહાર કાઢી હતી પ્રાપ્ત થતી વિગતો મુજબ મનોજભાઈ મોતીભાઈ જાદવ ઉંમર વર્ષ ૩૪ રહે.ગાંધીકોલોની વિદ્યાનગર, ભાવનગર વાળા યુવાનની લાશ મળી આવી હતી, લાશને જોવા માટે આજુ બાજુના સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા