આંબેડકર ઓપન યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર દ્વારા માન્યતાપ્રાપ્ત શ્રી મોંઘીબેન બધેકા શિશુવિહાર બાલ મંદિરના ઉપક્રમે વર્ષ 2020 ના પ્રથમ શૈક્ષણિક સત્ર ના અનુભવ તાલીમ વર્ગ. તથા જાગૃત વાલી તાલીમ અંતર્ગત 15 લાભાર્થીઓ ની છ માસની તાલીમ બાદ પરીક્ષા લેવામાં આવી હતી. શ્રીમતી શારદાબેન ધીરજલાલ દેસાઈ તાલીમ ભવન ના વર્ગખંડમાં લેવાયેલ પરીક્ષા માટે શ્રી અંકિતાબેન મનીષાબહેન તથા ઉષાબેન એ જહેમત ઉઠાવી હતી.. અને પરીક્ષાર્થીઓને યોગ્ય દિશા નિર્દેશ આપ્યા હતા….
શિશુવિહાર ભાવનગર ના ઉપક્રમે યોજાયેલ ૭૫માં અનુભવ તાલીમ વર્ગ તથા અગિયારમાં જાગૃત વાલી કાર્યક્રમ ની સફળતા ની લોક ઉપયોગીતા ને માન્યતા આપતા અભ્યાસક્રમ માટે જન સમુદાય.. અને યુનિવર્સિટી નો સહકાર આવકારદાયક બને છે