તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા રાણપુર તાલુકામાં ચેકીંગ કરવામાં આવ્યુ

531

રાણપુર તાલુકામાં ચેકીંગ કરવામાં આવ્યુ ૧૫ દુકાનદારો પાસેથી ૧૧,૬૦૦ રૂપિયા નો દંડ વસુલ કરવામાં અવ્યો.

સરકાર ના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જીલ્લા ક્લેકટર વિશાલ ગુપ્તા તેમજ જીલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણસિંગ સાંદુની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.કનોરિયાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડો. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા આજરોજ તા.૧૯/૬/૨૦૨૦ ના રાણપુર ની મુખ્ય બજારમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં ૧૫ જેટલા દુકાન ધારકો પાસેથી ૧૧,૬૦૦ રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ નું વેચાણ એ દંડનીય ગુનો છે અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે. એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય–વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઈ-સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી.આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારીશ ડો.મિતેષભાઈ સાત્યકિ,નાગનેશ મેડિકલ ઓફિસર ડો.પાર્થરાજસિંહ રાઠોડ,રાણપુર મામલતદાર બી.પી.રાણા,રાણપુર પોલીસ વિભાગમાંથી પી.એસ.આઈ. એન.સી.સગર,વિજયભાઈ ધરજીયા, રાજુભાઇ ધોરીયા,તાલુકા ફાઈનાન્સ ઓફિસર અશ્વિનભાઈ બારેવડીયા,તાલુકા સુપરવાઈઝર ઓ.ટી.ટીમ્બલ,જિલ્લા ડી.પી.એ.દીપેશભાઈ વ્યાસ દ્વારા આ ચેકીંગની કામગીરી કરવામાં આવ્યુ હતુ.

તસવીર-વિપુલ લુહાર

Previous articleકોરોના લોકડાઉન સંદર્ભમાં પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું
Next articleમોરારીબાપુ પર થયેલા હુમલાને ત્રિપાજ્ય સાધુ સમાજ રાણપુર અને રાણપુર તાલુકાએ વખોડી મામલતદારને આવેદનપત્ર આપ્યુ.