રાજુલા નગરપાલીકામાં કોંગ્રેસમાં ભડકો કોંગ્રેસ પ્રમુખ સહીત ૨૧ સભ્યો ભૂગર્ભમાં આજે મહિલા નગરપાલીકા (કોંગ્રેસ)પ્રમુખ મીનાબહેન વાઘેલા સામે કોંગ્રેસના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાશે ભ્રષ્ટાચાર નહી કરવાના ‘શપત’નો ઉબાળીયો કરનાર નગરપાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ નવા પ્રમુખની કરેલ જાહેરાત. રાજુલા નગરપાલીકાની ગત ચૂંટણીમાં ૨૮ સીટમાં માત્ર ૧ સીટ ભાજપને અને ૨૭ સીટમાં કોંગ્રેસનો વિજય થયેલ પણ કોંગ્રેસ પક્ષના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા ફોમ ભર્મ પહેલા તમામ કોંગ્રેસ ઉમેદવારોને જાહેર વિજયચોકમાં તમામને ઉભા રાખી તેમજ માર્કેટીંગ યાર્ડ ખાતે પણ બીજી વખત સૌને શપથવિધી કરાવેલ કે અમો કોંગ્રેસમાં જીતીશુ તો નગરપાલીકામાં કોઈ જગ્યો ભ્રષ્ટાચાર કરીશુ નહી તેવા શપથ જાહેર જનતા વચ્ચે લીધેલના કારણએ ૨૭ સીટોના ઉમેદવારોને રાજુલાની જનતાએ ખોબલો ખોબલો મતોથી ઈવીએમ છલકાવી દીધા હતા પણ જ્યારે પ્રમુખ પદ માટે જે ૨૦૧૦માં પણ અવીશ્વાસની દરખાસ્ત ભાજપ દ્વારા મુકાઈ હતી તેજ મીનાબેન વાઘેલાને કોંગ્રેસમાં કોઈને વિશ્વાસમાં લીધા વગર મીનાબહેનને પ્રમુખ તરીકે બેસાડી દીધા અને છેલ્લી ઘડી સુધી પાંચાળી આહીરને પ્રમુખ પદ માટે બાઘુ બહેન બાલાભાઈ ‘વાણીયા’પાંચાળી આહીરનું નામ મોખરે હતું. તેને હટાવી મીનાબહેનને પ્રમુખપદ પર નિયુક્ત કર્યા થી જ કોંગ્રેસમાં ભડકો થઈ ગયેલ હતો અને તેમા વધારોએ થયો કે નગરપાલીકા દ્વારા શહેરના છતડીયા રોડનું કામમાં બારોબાર ભ્રષ્ટાચારની ‘બુ’કોંગ્રેસ શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા હાલનગર પાલીકા ઉપપ્રમુખને આવી જતા કોંગ્રેસના નગરપાલીકાના જ સભ્યો દ્વારા રોડ સ્થળ પર જઈ રોડ મટીરીયલ હલકી ગુણવત્તાની રેતી કપસી સીમેન્ટ જોતા જ અટકાવી દીધેલ અને રોડ કોન્ટ્રાકટર સાથે પ્રમુખ મીનાબેન વાઘેલા અને બદનામ થઈ ગયેલ ચીફ ઓફિસ સાથે સાંઠગાંઠ કરે લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર સામે આવતા જ ધડાધડ કામ અટકાવી બની બેઠેલ નગરપાલીકાના પ્રમુખ મીનાબહેનની વિરૂદ્ધ ૨૭ સભ્યોમાં ૨૧ જણ મળી કહેલ કે આપાડા શપથવિધીમાં લીધેલ સોગંદ નુ શુ થયુ અમો તમારા પર અવિશ્વાસની દરખાસ્ત મુકીશુ અને ખરેખર એ સમયે આજે છત્રજીતભાઈ ધાખડા અને તમામ ૨૧ કોંગ્રેસ સભ્યોએ કરી બતાવ્યો હાલમાં આ ૨૧ સભ્યો ક્યા છે તેનો કોઈ પતો નથી અને આજે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ જશે. રાજુલા નગરપાલીકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસને ધોબી પછડાટ ૨૧ કોંગ્રેસના સભ્યો ભુગર્ભમાં અંતધ્યાન બન્યા !
કોંગ્રેસના સભ્યો મો સંતાડે છે ભાજપ દ્વારા તક ઝડપી
બ્લોક બનાવવો નગરપાલીકા હાલના ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા હાલના નગરપાલિકા પ્રમુખ મીનાબહેન વાઘેલાને પ્રમુખની વરણી કરાઈ ત્યારે નગરપાલિકાના સદસ્યોને વિશ્વાસમાં લીધા ન હતા ત્યારબાદ છતડીના માર્ગ બનાવવામાં રેતી સહિત મટીરીયલમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવતા વિજય ચોકમાં લીધેલ ભ્રષ્ટાચાર મુક્ત કરીશું રાજુલાને તે શપથવિધીને ક્યો ઉલાળીયો તેનાથી તમામ સદસ્યો નારાજ થયા છે અને રાજુલા શહેરમાં વર્ષોથી પંચોળી આહીર સમાજનુ વર્ચસ્વ હતુ અને છે એટલે અમો પણ પાંચાળી આહીર સમાજને મહત્વ આપીશું છત્રજીતભાઈ તસ્વીરમાં નજરે પડે છે.
કોંગ્રેસ જાહેર જનતાને મૂર્ખ બનાવી રહી છે : રાજુલા ભાજપ
હાલના પ્રમુખ ભ્રષ્ટાચાર કર્યો હોવાથી કોંગ્રેસ ટીમ નારાજ થઈ છે પ્રથમ કોંગ્રેસ દ્વારા શપથ તેવાયા જાહેરમાં તેથી જ કોંગ્રેસ પર વિશ્વાસ મુકી મતો આપેલ અને ખુદ નગરપાલિકા પ્રમુખે જ ભ્રષ્ટાચાર કર્યાથી ટીમને હું વખાણુ છુ રવુભાઈ ખુમાણે વધુમાં કહેલ કે ૨૦૧૦માં આ મીનાબહેન વાઘેલા સામે અમારા ભાજપ સંગઠન દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી તો તેને જ પ્રમુખ બનાવ્યાની કોંગ્રેસમાં પણ ભડકો થયો છે અને જનતાને છેતરી છે.