અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ ની રથયાત્રા. ઋષીઓએ આ દેહને રથ કહ્યો છે.કંસના તેડા થી અકૃરજી બાલકૃષ્ણ ને ગોકુળ થી રથમાં બેસાડી મથુરા લાવ્યા હતાં.
આ દિવસથી રથયાત્રા નો પ્રારંભ થયો.કસછી માડ઼ુઓ આ દિવસને નૂતનવર્ષ તરીકે ઉજવે છે.આજના અષાઢી બીજનાં દિવસે દામનગર નાં ધર્મ અને ગૌ પ્રેમી શ્રી ધીરુભાઈ પુનાભાઈ નારોલા નાં નિવાસ સ્થાન શરમાળીયાપરા માંથી નેજા ની વિધી કરી દહીંથરા ગામે આવેલ અલખધણી ગૌ શાળા માં રામદેવપીર ની મૂર્તિ સમક્ષ વિધી વિધાન થી મંત્રૉચ્ચાંર કરી નેજો ચડાવી સાદગી પુર્ણ અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી.અહેવાલ અતુલ શુકલ દામનગર.