તા:-૨૨-૦૬-૨૦૨૦ ના રાત્રી ના સમયમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જાણ કરવામાં આવેલ કે બોટાદ સી.ટી વિસ્તારમાં અજાણ્યા એક મહિલા પોતાના પાંચ સંતાનોની સાથે લઈ તેના ઘરે થી બહાર નીકળી ગયેલ છે. અને એમાં એક સંતાન પાંચ દિવસ નું છે.રાતના સમયમાં આમ થી તેમ ફરે છે.મહિલા ને ઘટના સ્થળ પર જે લોકો હાજર હતા.એ લોકો હાલ તેમના ઘરે આશ્રય આપેલ છે.
પરંતુ હવે તેમની મદદ માટે ૧૮૧ ટીમ ની જરૂર છે.એમ જણાવેલ છે.૧૮૧ ટીમ ને કોલ આવતાની સાથે જ તાત્કાલિક કાઉન્સેલર ખુશ્બુ પટેલ , કોન્સ્ટેબલે ઉપાસનાબા તેમજ પાઇલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે દોડી ગયેલ.. ત્યારબાદ પીડિત મહિલા સાથે વાતચીત કરવામાં આવેલ તો તેમણે જણાવેલ કે તેમનું મૂળ વર્તન મહારાષ્ટ્ર છે. તેઓ કુટુંબમાં સાથે બોટાદ માં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા.પણ તેમના પતિ દારૂ પીવે અને તેમની સાથે ઝઘડો કરે છે.. અને ખૂબ માનસિક- શારીરિક ત્રાસ આપતા હોય.. તેથી તેઓ કંટાળી ને તેમના બાળકો સાથે લઈ ને ઘરે થી બહાર નીકળી આવ્યા હતા.અને આ વાત ની જાણ તેમના પતિ નો હતી..પીડિત મહિલા એ જણાવેલ કે સવાર થી તેમના પાંચ સંતાનોને લઈ ને આમ થી તેમ ફરું છું. પરંતુ હવે મારે મારા ઘરે જાવું છે.ત્યારબાદ પીડિત મહિલા કઈ જગ્યા પર મજૂરી કામ કરે છે એ ની પૂછપરછ કરી અને તેમની પાસે થી સરનામું લીધું.. પછી જણાવેલ સરનામું ગોતી ને પીડિત મહિલા અને તેના પાંચ સંતાનોને સાથે લઈ ને ૧૮૧ ટીમ તેમના પતિ ના ઘરે ગયા..ત્યારબાદ તેમના પતિ ની સાથે વાતચીત કરી અને ઘટના ની તમામ માહિતી આપી..તેમના પતિ ને ખબર જ ની હતી કે તેમના પત્ની તેમના પાંચ સંતાનોને લઈ ને ક્યાં ગઈ છે..તેમના પતિ ઘણી શોધ કરેલ પરંતુ તેઓને મળેલ નહીં..પછી ૧૮૧ ટીમ દ્વારા તેમના પતિ ને સમજાવેલ સલાહ ,સૂચના અને માર્ગદર્શન આપી.તેમના વચ્ચે થતા ઝઘડાનું સમાધાન કરેલ.ત્યારબાદ તેમના પતિ એ જણાવેલ કે હવે પછી તેમની પત્ની અને પાંચ સંતાનોનું ધ્યાન રાખશે અને કોઈ પણ તખલીફ નહીં આપે..પછી પીડિત મહિલા અને તેમના પાંચ સંતાનોને તેમના પતિ ને સોંપ્યો હતા..તેમના પતિ એ તેમની પત્ની અને પાંચ સંતાનોને ઘરે સલામત પહોંચ્યા એ બદલ ૧૮૧ ટીમ નો આભાર માન્યો હતો..આમ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટિમ બોટાદ દ્વારા વિખુટા પડેલ પરિવારનું સુખદ મિલન કરાવ્યું હતું
અહેવાલ-વિપુલ લુહાર