તાલુકા પંચાયત, ભાવનગર કારોબારી સમિતિના ચેરમેન શ્રી રાજુભાઇ ફાળકીએ પોતાને મળતી વિકાસની ગ્રાન્ટમાંથી કોરોનાના સમયમાં અતિ ઉપયોગી માતા, વૃદ્ધો અને બાળકોને ઉપયોગી એવી વિટામિન સી, પ્રોટીન પાવડર, વિટાલ ઝેડ પાવડર, બીપી, ડાયાબિટીસ, સ્કીનની ટ્યુબો, કાન-આખના ટીપાં વગેરે રૂ.૫૦,૦૦૦/- ની દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલને ફાળવી હતી. આ દવાનું ચેરમેન શ્રી રાજુભાઇ ફાળકી, તાલુકા પંચાયત ઓફિસર શ્રી અનિરૂદ્ધસિંહ ગોહિલ, સરપંચ શ્રી નમ્રતાબેન ઉણેચા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભૂપતભાઇના વરદ હસ્તે સગર્ભા માતાઓને વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સરપંચ શ્રી નમ્રતાબેન તરફથી દર્દીઓ માટે ૯૦૦ જેટલા માસ્ક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ફરિયાદકને ભેટ આપવામાં આવેલ હતા. આરોગ્ય કેન્દ્રમાં આ પ્રસંગે 52 સગર્ભા માતાઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવેલ તેમજ બાળ ઉછેર અને આરોગ્ય સંભાળ અંગે ડો.સુનિલ પટેલ અને ડો.અલ્પા બારડ દ્વારા વિસ્તૃત આરોગ્ય શિક્ષણ અપાયું હતું.
વિરેન્દ્રસિંહ પરમાર