ઉંચા કોટડા શકિતપીઠ ચામુંડા માતાના ધામમાં દર વર્ષની પરંપરા મુજબ ચૈત્ર માસની પુનમના દિવસે ભાતીગળ મેળો ભરાય છે. કાઠયાવાડી ભાતીગળ મેળો માણવા અને દૃશનાર્થે દુર-દુરથી ભકતો દડતા-દડતા પગપાળા આવે છે. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હેયાહેયુ દળાય તેમ માનવ મેદની ઉમટી પડી હતી. ચૈત્ર માસનો અહીયા અનોખો મહીમાં છે.ભ કતો વહેલી સવારથી સમુદ્રમાં સ્નાન કરવા ભકતો ઉમટી પડ્યા હતાં. સમુદ્રમાં સ્નાન કરી લોકો ધન્યતા અનુભવેલ ઠેર-ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ પંથકના લોકો કોઈ પણ શહેરમાં રોજી રોટી કમાવવા ગયા હોય તો પણ ચૈત્ર માસની પુનમના દૃશનનો લાભ લેવા વતનમાં અવશ્ય આવે છે. અહીંયા જુની કહેવત છે. નવ યુગલો માટે ચૈત્રીના ચુકયા ભારદવીએ મળશું કારણ કે આ પંથકમાં સૌથી મોટા કોટડા ચૈત્ર માસમાં અને ભાદરવી અમાસના દિવસે ગોપનાથના સમુદ્રમાં ભરાઈ છે. એટલે કહેવતો દરેકના મોએ સાંભળવા મળેલ અહીંયા કોઈ ઘટના ના બને તે માટે દાઠા પોલીસના પી.એસ.આઈ. સ્ટાફ બે પી.એસ.આઈ. ૩૦ પોલીસ હોમગાર્ડ મહુવા પોલીસ અને સ્વયસેવકો દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.