સમઢીયાળા પાંજરાપોળ ભાવનગરની જમીનમાં છેલ્લા એક મહિનાથી અંદાજે 2200 વૃક્ષ તેમજ ગાય માટે જુવાર તથા હીરામણી ઘાસનું વાવેતર કર્યા બાદ આજરોજ તા.25/6 ને ગુરુવારના રોજ પાંજરાપોળની અન્ય એક વાડીમાં પારસપીપળો, બોરસલી, અરીઠા, ગરમાળો, કરંજ, ટીકોમા,પીપળો, ઉંમરો, કમરકાકડી, ગુલમહોર, આમલી, ગોરસ આમલી,સરગવો, જાંબુ, સાગ જેવા 200 વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધેલ.
માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સચોટ આયોજન કરવામાં આવે છે. ભાવનગરની આ ટીમ પર્યાવરણ અને આયુર્વેદ માટે સક્રિયતાથી કાર્ય કરી રહી છે.