રાજુલાની આન બાન અને શાન સમો ડુંગર એટલે પિરીયો ડુંગર જે ડુંગર એક બાજુ બીજા બિરાજે છે. તાજનશા વલી અને બીજી બાજુમાં ખોડિયાર જે રાજુલા શહેરની કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડે છે. અહીં જોવા મળે છે કોમી એકતાના ઓદ્ભૂત દૃશન જે અન્ય ધાર્મિક જગ્યા માટે બોધ રૂપ કહી શકાય અહીં ઉર્ષ નિમિત્તે હિંદુ-મુસ્લમ સમાજના લોકો બહોળી સંખ્યામાં આવે છે અને ધન્યતા અનુભવે છે. અહીં ઉર્ષ દરમિયાન પેઢી દર પેઢી મનુભાઈ વીરાભાઈ ધાખડા દ્વારા પ્રથમ ચારદ (સોડ નિશાન) ચડવામાં આવે છે. અને અહીં ઉર્ષના દિવસે સત્ય નારણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે. જેનો લાભ રાજુલાની ધર્મપ્રેમી જનતા દર વર્ષે લઈ રહી છે. ત્યારે આજરોજ ઉજવાય ઉર્ષમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.