ગીર વરસાદ ખેંચતા ખેડૂતો માં વધી ચિંતા. વરસાદના અભાવથી અનેક ખેડૂતોએ ફુવારા પદ્ધતિથી પિયત કરાયું

652

ગિરગઢડા..

ગીર સોમનાથ પહેલા નિસર્ગ નામના વાવાઝોડા ની અસર અને પછી વિધિવત રીતે આવેલા ચોમાસાના વરસાદ બાદ જિલ્લામાં તમામ ખેડૂતે હોંચે હોંચે વાવણી કરી. જેમાં મગફળી, સોયાબીન, કપાસ અને કઠોળ સહિતના પાકો નું વાવેતર કર્યું. અને જિલ્લાનો મુખ્ય પાક મગફળી નું 98 હજાર હેકટરમાં મગફળી નું વાવેતર થયું. જેમાં 8 હજાર હેકટર જમીનમાં આગોતરી મગફળીની વાવણી થઈ. પરંતુ વાવણી બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા વધી છે.
અકાશમથી ધમધમતો તડકો અને ઓછા વરસાદ ના કારણે ધરતી માંથી આવતી ગરમ હૂંફ ના કારણે મગફળી હાલ મુરાજાય રહી છે. મોંઘા ભાવનું બિયારણ લઈ વાવણી કર્યા બાદ હાલ વરસાદની આતુરતા થી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. મોટાભાગના ખેડૂતોમાં કુવાઓમાં પાણી પણ બચ્યું નથી. માંડ માંડ એકાદ કલાકનું પાણી હોવાથી સંપૂર્ણ પાક કઈ રીતે બચાવવો તેને લઈ ખેડૂતોમાં ચિંતા છે. તો જે ખેડૂતોને પિયત ની સુવિધા નથી તેઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. ગીર સોમનાથના મિતિયાજ ગામના ટીવાઈબીએ કરી ખેતી કરતા ખેડૂતના મતે ખેતી કઈ રીતે કરવી મોંઘા બિયારણ, ખાતર અને દવા તો યોગ્ય સમયે વરસાદ પણ થતો નથી. જયારે પાક તૈયાર થાય એટલે ભાવ પણ પૂરતા મળતા નથી. આમાં ખેતી કરવી કઈ રીતે.

રિપોર્ટર : હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleરાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ૮ મોબાઈલ પશુ વાનનું લોકાર્પણ કરાયુ
Next articleપુરાતનીય દાનબાપુનું દેવળ પાડરશીંગા મુકામે ગુરુ પૂર્ણિમા ઉત્સવ નહીં ઉજવાય