બોટાદ જીલ્લાના રાણપુરમાં કનારા ત્રણ રસ્તે આવેલ મોડેલ સ્કુલ ખાતે વિવિધ પ્રકારના 150 જેટલા વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ.જેમાં મોડેલ સ્કુલના નવનિયુક્ત આચાર્ય એસ.એ.પંડ્યા દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સ્કુલના સારસ્વતો કે.એન.રાઠોડ,ડો.ડી.ડી.પરમાર,કે.જે.શર્મા,કે.એન.પરમાર,ડી.જી.મકવાણા,જી.જી.દુધરેજીયા,બી.ડી.ઝાલા સહીત સ્કુલના શિક્ષકો હાજર રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર