જમીન સંપાદન મામલે કોંગ્રેસ દ્વારા આવેદન

692
bvn142018-6.jpg

ઘોઘા તાલુકાના ગામડાઓમાં આવેલ જમીનનો કબ્જો હાલ ખેડુતો પાસે હોય જે રાજય સરકાર દ્વારા હસ્ગત કરવા માટે ૧ એપ્રિલના રોજ પોલીસ બંદોબસ્ત સાથે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય હાલ આ કામગીરી સ્થગિત રાખવાની માંગ સાથે ભાવનગર જિલ્લા કલેકટર ઉપરાંત મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા જિ.પં. પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ઘોઘા તાં. કોંગ્રેસ પ્રમુખ રૈવતસિંહ ગોહિલ ઘોઘા તા.પં. ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) સહિતના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યું છે. 

Previous articleરાજુલમાં પીરીયા ડુંગરે ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી
Next articleચોકના હનુમાનજી મંદિરે મારૂતી યાગનું આયોજન કરવામાં આવ્યું