ગીર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ થતાં રાવલ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા- 18 ગામડાઓને એલેર્ટ

1067

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર પંથકમાં આભફાટયું.ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર ગ્રામ્ય વિસ્તારોમાં અને સાથે મધ્યગીર પંથકમાં ભારે અનરાધાર વરસાદ થવાથી રાવલ ડેમ ઓવરફ્લો થતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતાં રાવલ નદી ગાંડીતૂર બની વહેવા લાગી હતી

રાવલ નદી માં ધોડા પુર આવતા જ નિચાણવાળા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હજુ પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાવલ ડેમમાં વરસાદી પાણીનો સતત વધારો થવાથી રાવલ ડેમ ઓવરફ્લો થઈ જતાં ડેમનુ રૂલ લેવલ જાળવવા માટે ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા રાવલ નદીના નિચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા

જેમાં (ચિખલ કુબા, જસાધાર, ધોકડવા,મહોબતપરા, મોટા સમઢિયાળા,પડા પાદર, કાંધી,પાતાપુર,ઉમેજ,સામતેર,કાણેકબરડા,ગરાળ,મોઠા,સંજવાપર, રામેશ્વર, સનખડા,માણેકપોર, ખત્રીવાડા) નિચાણવાળા ગામમાં એલર્ટ,સાવચેત, સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી હતી. અને રાવલ નદી નાં પટ પર અવર-જવર કે રાવલ નદી પસાર કરાવી નહીં તેવી સુચનાઓ આપવામાં આવી છે.

અને બીજી તરફ જંગલ વિસ્તારમાં અવિરત વરસાદ થવાથી ઉના ની મચ્છુન્દ્રી નદીમાં પણ પુર આવ્યું હતું રાવલ ડેમમાં થી પહેલી વખત પાણી છોડાતા રાવલ નદીમાં પુર જોવા લોકો ઉમટ્યાં હતાં. ચોમાસાની શરૂઆતમાં જ રાવલ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી.
સાથે ગીર ગઢડા તાલુકાના કેટલાક ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો અવિરત વરસાદ થી અનેક નદી નાળા વહ્યા હતા.

રિપોર્ટર : હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleરકતપિત નાં પિડિત્ 43 પરિવાર ને અનાજ કિટ વિતરણ્
Next articleઆમ આદમી પાર્ટી ની મીટીંગ માં કાર્યકર્તાઓ જોડાયા હતા