કોરોના વાયરસ ની મહામારી માં લોકો ને સાચું માર્ગદર્શન આપનાર બોટાદ જીલ્લાના પત્રકારો નું ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે સન્માન કરાયુ

429

પારદર્શક પત્રકારીત્વ પવિત્ર સાધુ સમાન- હરિજીવન સ્વામી,ગઢડા મંદીર મુખ્ય કોઠારી કોરોના વાયરસ ની મહામારી માં લોકો સાવચેત રહે સલામત રહે લોકો કેવી રીતે સુરક્ષિત રહે તેના દરેક સમાચાર પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા ના માધ્યમ થી પહોંચાડતા બોટાદ જીલ્લાના પત્રકારો નું ગઢડા ગોપીનાથજી મંદિર ના મુખ્ય કોઠારી તેમજ ચેરમેન હરિજીવન સ્વામી ના હસ્તે કરાયું સન્માન. હરિજીવન સ્વામી દ્વારા પત્રકારો ના સન્માન સમયે ખૂબ ખુશી ની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે. આ એ ભૂમિ છે કે અહીં સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ સુધી રહ્યા છે એવી આ પાવન ભૂમિ પર આજે જ્યારે બોટાદ જિલ્લા ના પત્રકાર અને જિલ્લા ના પ્રિન્ટ મીડિયા ના પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ, ઈલેક્ટ્રોનિક મીડિયા ના પ્રમુખ મહિપાલભાઈ વાઘેલા તેમજ જયરાજભાઈ પટગીર ,પ્રકાશ સોલંકી, નવઘણ આલગોતર,કેતનસિંહ પરમાર,નીરજ દવે, ,રાજુ બારૈયા,મોહસીન પરમાર,જેશીંગભાઈ માલધારી,પ્રભાકર મોદી,વિજયસિંહ ચુડાસમા,બુધાભાઈ સાકળિયા,યાસીન માંકડ,ગજેન્દ્રભાઈ ખાચર ,રઘુવીર મકવાણા સહિત બોટાદ જીલ્લાના પત્રકારો ને ફુલહાર કરી અંતર ના આશીર્વાદ સાથે આ તમામ પત્રકારો પોતાના ક્ષેત્ર માં જેરીતે લોકો ના હિત માં કામ કરે છે તેજ રીતે કામ કરતા રહે. તેવી ગઢડા ગોપીનાથજી ભગવાન ના ચરણો માં ચેરમેન હરિજીવન સ્વામી એ પ્રાથના કરી તમામ પત્રકારો ને આશીર્વાદ પાઠવ્યા.આ પ્રસંગે બોટાદ જીલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડીયાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા.

તસવીર:વિપુલ લુહાર

Previous articleપ્રખ્યાત શિલ્પકાર જ્યોત્સનાબેન ભટ્ટ (શ્રોફ) નું નિધન : કલાજગતને મોટી ખોટ
Next articleઅખંડ આનંદ ગૃપના સભ્યએ દિકરી ના જન્મદિવસે પશુઓને ઘાસચારો ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી