ભુપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈઘાનિક અને સંસદિય બાબતો, મીઠા ઉધોગ ગૌ-સવર્ધન અને નાગરીક ઉડ્ડયનના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ હેલ્થ મિશન અંગેની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભાવનગર દ્વારા ૩૦/૫/૨૦૧૬ના રોજ યોજાયેલ ડીસ્ટ્રીકટ હેલ્થ મિશનની બેઠકની કાર્યવાહી નોંઘને બહાલી આપવામાં આવી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત તમામ પ્રોગ્રામની ભૌતિક અને નાણાકિય કામગીરીની સમિક્ષા કરવામાં આવી, વર્ષ ૨૦૧૭-૧૮ ઇઝ્રૐ દ્ગૐસ્ અને ૈંસ્સ્ેંદ્ગૈંઢછર્ૈંંદ્ગ ના મંજુર થયેલ બજેટની ચર્ચા કરવામાં આવી, ઇઝ્રૐ ઇન્ડીકેટર અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા, રોગી કલ્યાણ સમિતિની નાણાકિય કામગીરીની સમીક્ષા, ગ્રામ્ય સંજીવની સમિતિના ખર્ચની નાણાકિય કામગીરીની સમીક્ષા, પેટા આરોગ્ય કેન્દ્રના અનટાઇડ ફંડના ખર્ચની સમીક્ષા, જનની સુરક્ષા યોજના અંતર્ગત થયેલ ભૌતિક અને નાણાકિય ખર્ચની સમીક્ષા, આરોગ્ય શાખા અંતર્ગત થયેલ કોન્ટ્રાકચ્યુઅલ સ્ટાફની કરવામાં આવેલ નવી નિમણુંક અને રિન્યુઅલ બાબતની સમીક્ષા, વર્ષ દરમિયાન થયેલ એકઝીકયુટીવ તથા ગવર્નીંગ બોડીની મીટીંગ મિનીટસને બહાલી આપવામાં આવી,
મંત્રીએ ભાવનગર જિલ્લાના કૃપોષિત/અતિકૃપોષિત બાળકોની તાલુકા પ્રમાણે આંકડાકીય માહિતી આપવા આરોગ્ય અઘિકારીઓને સુચના આપી હતી. તેમજ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત તમામ પ્રોગ્રામની ભૌતિક અને નાણાકિય કામગીરી સમયસર પુર્ણ કરવા પણ સુચના આપી હતી.
આ બેઠકમાં કલેકટર હર્ષદભાઇ પટેલ, જિલ્લા વિકાસ અઘિકારી આયુષ ઓક, જિલ્લા આરોગ્ય અઘિકારી એચ. એફ. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ગોંવિદભાઇ મોરડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન ભાનુભાઇ ચૌહાણ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.