ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ ને ભાવનગર જિલ્લામા મળી રહેલો બહોળો પ્રતિસાદ

366

ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી કામગીરી માટે 34 આર.બી.એસ.કે. ટીમ સાથેના વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરાયા છે. ધન્‍વંતરી આરોગ્‍ય રથ દ્વારા જીલ્લાના અંતરીયાળ ગામડાઓ ના વિવિધ વિસ્‍તારોમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેનું નિદાન અને સ્‍થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આવી રહી છે.
ભાવનગર જિલ્લામાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની ટીમો દ્વારા તા.16/07/2020 સુધી મા 25223 દર્દીઓની તપાસ કરવામા આવેલ છે. 139 દર્દીઓને વધુ સારવાર અર્થે રીફર કરેલ છે 1006 દર્દીઓની મેલેરીયા માટે તપાસ કરાઇ જેમાથી 8 મેલેરીયાના દર્દી મળેલ છે. તેમજ લોકોને બીન જરૂરી બહાર ન નીકળવા, માસ્ક નો વ્યવસ્થિત ઉપયોગ કરવા અને સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવા અનુરોધ કરવામા આવેલ છે.
વિરેન્દ્રસિંહ પરમાર

Previous articleરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાથમિક સવર્ગની તાલુકા બેઠક પાલિતાણા ખાતે યોજાઇ
Next article4200 ગ્રેડ પે નો ઓર્ડર કરો…સંજયસિંહ ગોહિલ પ્રમુખ તાલુકા પંચાયત ઘોઘા