4200 ગ્રેડ પે નો ઓર્ડર કરો…સંજયસિંહ ગોહિલ પ્રમુખ તાલુકા પંચાયત ઘોઘા

649

4200 ગ્રેડ પે ના સમર્થનમાં આજે હું પણ એક દિવસના પ્રતીક ઉપવાસ કરી રહ્યો છું ગુજરાતના ૭૫% બાળકો સરકારી પ્રાથમિક શાળા માં ભણે છે.ગુજરાતના આવનારા ભવિષ્ય સમાન બાળકોનું ઘડતર કરતા શિક્ષકોની માંગણી વ્યાજબી છે, ઉંચા મેરીટના લાખો શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા સિવાય વધારાની જેવી કે
વસ્તી_ગણતરી,મતદારયાદી, ચૂંટણીકામગીરી, સાક્ષરતાનિરક્ષરતાસર્વે, આર્થિક_મોજણી, વનીકરણ, પોલિયોબુથ, તમામમહોત્સવનીઉજવણી , ઉદ્ઘાટનલોકાર્પણ, રેશનકાર્ડકામગીરી, આધારકાર્ડકામગીરી, લોકકલ્યાણમેળા….
#રથ_ફેરવવા, નેતાઓના_સ્વાગતકાર્યક્રમો, બસભરીપબ્લિકભેગીકરવા તથા કોરોના મહામારીમાં બીમારવ્યક્તિનોસર્વે, અર્બનહેલ્થસેન્ટરમાં, લોકડાઉનચેકપોસ્ટ,અનાજ_વિતરણમાં, દર્દીઓનેરોજ_3વારફોનકરવામાં, ડોરટુડોરસઘનસર્વેમાં, હોસ્પિટલમાં24કલાક_ડ્યુટીમાં…શિક્ષક જ શિક્ષણની કામગીરી હોવા છતાં શિક્ષકોને અનેક પ્રકારની અશોભનીય કામગીરીના ઓર્ડર કરો છો જેવા કે #સોચાલયગણતરી #તીડઉડાડવા #તળાવ_ખોદવા જેવી કામગીરી કરાવવા છતાં શિક્ષકનો ગ્રેડ પે ઘટાડતા શરમ નથી આવતી.??
હવે સત્વરે 2010 પછીના 65000 હજાર શિક્ષકોનો 4200 ગ્રેડ પે નો ઓર્ડર કરો…સંજયસિંહ ગોહિલ પ્રમુખ તાલુકા પંચાયત ઘોઘા

#હુંશિક્ષકસાથે છું

Previous articleધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ ને ભાવનગર જિલ્લામા મળી રહેલો બહોળો પ્રતિસાદ
Next articleરાણપુરમાં એગ્રોની તમામ દુકાનો ૨૦ તારીખ ને સોમવારથી બપોરે ૨ વાગ્યા સુધીજ ખુલ્લી રહેશે.