પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા ખાતે સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

395

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વાંકાણીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના મેડિકલ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવીયા દ્વારા આ કોરોના કહેરમા સગર્ભામાતાની વિશેષ કાળજી રખાઈ અને તેમની તપાસણી, લોહીની તપાસ, હિમોગ્લોબીન તેમજ હાઈ બી.પી. વગેરે અંગે તપાસણી કરીને વિશેષ અભીયાન દ્વારા માતામરણ બચાવવા પ્રયાસરૂપે કેમ્પ તા.૧૬/૦૭/૨૦૨૦ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા ખાતે રાખવામા આવેલ. જેમા સગર્ભાને ૫ મહિનાથી વધુ મહિના વાળી બહેનોની ખાસ તપાસણી થયેલ. જેમા ૮ માતાઓ જોખમી સગર્ભા હતી. જેના પર વિશેષ ધ્યાન, સલાહ-સુચન રાખવામા આવ્યુ. હાલ ૭૩ સગર્ભા માતાની તપાસણી કરાઈ. આ કેમ્પમા ટાણા, કાજાવદર, બુઢણા, દેવગાણાની સગર્ભા માતાએ કેમ્પનો લાભ લીધેલ. આ કાર્યક્રમમા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનુ ધ્યાન રાખવામા આવેલ. સવારે ૭ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવીયા, ફિમેલ હેલ્થ વર્કર દિનાબેન પારધી, રંજનબેન બારૈયા, આર.બી.એસ.કે. ડો.મનાલીબેન બાલધીયા, શ્રધ્ધાબેન મોરી, પટ્ટાવાળા ઈન્દુબેન, પ્રજ્ઞાબેન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમામ આશા-આશાફેસીનો સહયોગ મળેલ. જેમાં ફિમેલ હેલ્થ વર્કર શિલ્પાબેન જોષી તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝર કે.કે.પંડ્યાનુ સંકલન રહ્યુ હતુ.

Previous articleરાણપુરમાં એગ્રોની તમામ દુકાનો ૨૦ તારીખ ને સોમવારથી બપોરે ૨ વાગ્યા સુધીજ ખુલ્લી રહેશે.
Next articleબારે ય મેઘ ખાંગા એટલે શું? જાણો ૧૨ પ્રકારના વરસાદ ના નામ