દર વર્ષ ચોમાસે આપણે બારે મેઘ ખાંગા શબ્દ છાપામાં વાંચીએ છીએ ટીવીમાં પણ સાંભળીએ છીએ દાયકાઓથી આ શબ્દ ઘેર ઘેર પ્રચલિત બની ગયો છે છતાં બારે મેઘ ખાંગા કેમ કેહેવાય છે એવી ભાગ્યે જ કોઇને ખબર હશે કહેવત બની ગયેલા આ શબ્દનો વિસ્તૃત અર્થ ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે જેમાં ૧૨ પ્રકારના વરસાદનું વર્ણન છે જેમાં સામાન્યથી ભારે અને અતિ ભારે એમ ૧૨ પ્રકાર જણાવાયા છે જે આ પરમાણે છે
ફર ફર, છાંટા, ફોરા, કરા, પછેડિવા, નેવાધાર, અનરાધાર, મોલમેહ, મુશળધાર, ઢેફાભાગ, પાણમેહ અને હેલી
હા વરસાદના 12 પ્રકાર છે આ બારે બાર પ્રકાર ના મેહ જ્યારે વરસે ત્યારે “બારે મેઘ ખાંગા” થયા કહેવાય
રિપોર્ટ=મૂળશંકર જાળેલા…..
ભાવનગર