શહેર જિલ્લામાં હર્ષોઉલ્હાસભેર હનુમાન જયંતિની ઉજવણી

684
bvn142018-9.jpg

ભાવનગર – શહેર જિલ્લામાં પવનસુત્ર શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના-મોટા અનેક મંદિરોમાં ભકતો- શ્રધ્ધાળુઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં. સમગ્ર ગોહિલવાડમાં ચૈત્ર માસના પાવન પર્વ હનુમાનજીની જન્મજયંતિની ભારે હર્ષોઉલ્હારભેર ઉજવણી કરવામાં આવી હતી.શ નિવાર ચૈત્રી સુદ પુનમના જોગાનું જોગ સુભગ સમન્વયને લઈને સમગ્ર પર્વની ખુશી બેવડાઈ હતી.ે શહેર-જિલ્લાના તમામ હનુમાન મંદિરો ખાતે પવન પુત્રના દૃશન પુજન માટે લાંબી કતારો લગાવી હતી. ધોમ ધખતા તાપમાં પણ લોકો ભગવતીના દર્શન અર્થે ભારે ભીડ જમાવી હતી. તદ્દઉપરાંત ઠેર-ઠેર પ્રસાદ વિતરણ છાશ ઠંડા પાણી, સરબત સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા મંદિરોમાં સેવાભાવી મંડળો દ્વારા રામ દરબાર, હવન તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આધુનિક ભકતોએ હનુમાનજી મહારાજના જન્મદિને કેક કાપી બાળકોને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

Previous articleઝંઝરીયા ખાતે ભકતોનો પુષ્કળ પ્રવાહ
Next articleસાળંગપુર ખાતે હનુમાન જયંતિની ધામ-ધુમપુર્વક ઉજવણી કરવામાં આવી