ભારતીય રેલ એક બાજુ જ્યાં દેશ ની જીવન રેખા અને ધડકન માનવામાં આવે છે તથા દેશ ના વિકાસ માં આનું અભિન્ન યોગદાન રહ્યું છે. રેલવે બોર્ડ દ્વારા માલ ભાડા પરિવહન ને વધુ ગતિ આપવા માટે પોતાના સન્માનીય ગ્રાહકો ને રાહત અને છૂટ આપવામાં આવી છે.પશ્ચિમ રેલવે ના ભાવનગર મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી પ્રતીક ગોસ્વામી એ જણાવ્યું કે કોરોના સંકટ ના સમયે એક બાજુ જ્યાં નિયમિત યાત્રી ટ્રેનો નું સંચાલન બંધ છે ત્યાં દેશ માં આવશ્યક વસ્તુઓ જેવી દૂધ અને દૂધ ની વસ્તુઓ, મેડીકલ ઉપકરણ અને દવાઓ, માસ્ક તથા સેનેટાઇજર તથા કૃષિ ઉત્પાદનો અને ખાધ સામગ્રી ના પરિવહન માં ભારતીય રેલવે એ મુખ્ય ભૂમિકા નિભાવી છે.જ્યાં આ દરમિયાન મોટી માત્રામાં રિફંડ ચૂકવવામાં આવ્યું છે જેના કારણે રેલવે રાજસ્વ પણ બહુ જ ઓછું રહ્યું છે.તેમના અનુસાર ફ્રેટ કસ્ટમર્સ સાથે સારા સમન્વય માટે મંડળ સ્તર પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની પણ સ્થાપના કરવામાં આવી છે જે સતત એમના સંપર્ક માં રહેશે તથા નવી કોમોડિટી ના પરિવહન ના માધ્યમ થી રેલ રાજસ્વ માં વધારો કરશે.
1. પેટ કોક ના પરિવહન માટે દરેક પ્રકાર ના માલ ડબ્બામાં વહન ક્ષમતા ને 2 થી 5 ટન (માલ ડબ્બા ની શ્રેણી અનુસાર) સુધી ઓછુ કરવામાં આવ્યું.
2. ઔધોગિક ઉપયોગ માટે પરિવહન કરવામાં આવનાર મીઠા ના ચાર્જેબલ કલાસ માં પરિવર્તન કરીને તેને સરળ બનાવવામાં આવ્યું છે.આને કલાસ 120 થી ઓછું કરીને 100 એ કરવામાં આવ્યું છે જે મિતવ્યયી હોવાની સાથે ખુલ્લા વેગનો માં લોડિંગ ની અનુમતિ પણ આપવામાં આવી છે.
3. 04 ઓગસ્ટ‚ 2020 થી 30 એપ્રિલ 2021 સુધી લોડિંગ કરવામા આવેલ કન્ટેનર રેકો ના હોલેજ ચાર્જીસ 5% સુધી ઓછાં કરવામાં આવ્યા છે.ખાલી અન્ડરફ્રેમ કન્ટેનર રેકો ના પરિવહન માં પહેલા થી જ 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
4. ફ્લેટ અને ખુલ્લા વેગનો તથા કલાસ LR-1 ના અંતર્ગત ઓપન અને બંધ વેગનો માં લોડિંગ કરવામા આવનાર કલાઈ એશ ના લોડિંગ માં 40% ની છૂટ આપવામાં આવી છે.
5. 18 મે‚ 2020 થી 31 ઓક્ટોબર 2020 સુધી કન્ટેનર ટ્રાફિક માટે સ્ટેબલિંગ ચાર્જીસ વસુલવામાં નથી આવી રહ્યો તથા આમાં પૂર્ણ છૂટ આપવામાં આવી છે.