ઉમરાળા તાલુકાનાં ટીંબી ગામે થયેલ યુવાનની હત્યા પ્રકરણેઆજરોજ જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ દ્વારા પત્રકાર પરિષદ બોલાવી હતી અને અગત્યની બાબતો જણાવી હતી પણ હત્યાનું સાચુ કારણ હજુ અકબંધ હોય પોલીસ તપાસ શરૂ છે. તેમ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ઉમરાળાના ટીંબી ગામે રહેતાં પ્રદિપભાઈ રાઠોડને મોડી સાંજે ગામની સીમમાં તીક્ષ્ણ હથીયારો વડે હત્યા કરાઈ હતી જે અંગે મૃતકના પીતાએ ત્રણ શખ્સો વિરૂધ્ધ નામ જોગ ફરિયાદ આપતા પોલીસે ત્રણેય શખ્સોની ફરીયાદ આધારે અટક કરી પુછપરછ હાથ ધરી છે. ફરીયાદમાં મૃતકના પીતાએ ઘોડી રાખવા બાબતે હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું પણ જે અંગે આજરોજ એસ.પી.માલે બોલાવેલી પત્રકાર પરિષદમાં મૃતક યુવાનનું ગામમાં વર્તન સારૂ ન હોય ગામમાં આવેલ ગર્લ્સ સ્કુલ છુટવાના સમયે મૃતક યુવાન ઘોડી લઈ જતો અને દાવપેચ કરતો તેમજ ત્યાંની હોસ્પીટલમાં ફરજ બજાવતી નર્સ સાથે પણ આગઉ બોલાચાલી થયેલ પણ જે બાબતે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી ન હતી. હત્યાનું સાચુ કારણ હજુ અકંબધ હોય પોલીસતંત્ર દ્વારા હાલ હત્યા મામલે ચાર ટીમ કાર્યરત કરી છે અને સાચુ કારણ જાણવા ગામમાં તેમજ આજુ-બાજુના વિસ્તારોમાં સઘન પુછપરછ હાથ ધરી છે તેમ એસ.પી.માલે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.