સિહોરના પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હીચકારો હુમલો

643
bvn142018-5.jpg

ભાવનગર શહેર અને જિલ્લામાં આવારા તત્વોની ત્રાસ વધતો જતો હોવાનું સાબીત થાય છે. આજરોજ સીહોરના પોલીસ હેડ કોન્સ્ટેબલ પર હીચકારો હુમલો થવા પામ્યો છે. જેમને સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા છે.પ્રાપ્ત વિગત મુજબ સિહોર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ગોહિલ આજે સાંજા સુમારે સિહોરના લીલાપીર વિસ્તારમાં વોરંટના કામ સબબ ગયા હતા તે વેળાએ ચાર શખ્સોએ મહેન્દ્રસિંહ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો અને ખુલ્લી  તલવારો લઈ પાછળ દોડ્યાનું ભણવા મળ્યું હતું. બનાવ બનતા સિહોર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્ત મહેન્દ્રસિંહને પોલીસ જીપમાં સારવાર અર્થે ભાવનગર સર.ટી.માં ખસેડાયા હતાં. બનાવની જાણ થતા પાલિતાણા ડાવાયએસપી પાલિતાણા પોલીસ સોનગઢ, ઉમરાળા વરતેજ સહિતનો મસમોટો પોલીસ કાફલો સિહોર ખાતે દોડી ગયો હતો. એક પોલીસ કર્મચારી પર હુમલાને પગલે પોલીસે સદન તપાસ હાથ ધરી છે. બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અને લોકોમાં જીપનો માહોલ પસરી જવા પામ્યો છે. પોલીસ કર્મી પર હુમલો થાય તો આમ પબ્લીકનું શું? તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. 

Previous articleટીંબી ગામે થયેલ યુવાનની હત્યાનું કારણ અંકબંધ : એસ.પી.
Next articleબોરડા ગામ નજીક ટ્રક-બાઈક અને કારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો