ગેસ સીલીન્ડરના વજનની ચકાસણી જરૂરી

397

ભાવનગર શહેરના ઘણા જ ગેસ ગ્રાહકોને ઓછા વજનમાં ગેસ સીલીન્ડર મળતો હશે , પણ તેની ગ્રાહકને જાણ પણ નહીં હોય , તો આ અંગે ચકાસણી કરવી ગેસ ગ્રાહકોના હિતમાં છે.
આ અગાઉ તોલમાપ વિભાગ સહિતના સરકારી તંત્રો દ્વારા રાંધણગેસની એજન્સીઓ , ગોડાઉન , ગેસ સીલીન્ડર વિતરણના પોઇન્ટ , તેમજ ગ્રાહકના ઘરે સીલીન્ડર લઇને જતા ડીલીવરી બોયને રસ્તા પર રોકીને અધિકારીઓ દ્વારા સીલીન્ડરનું વજન ચેક કરાતુ હતુ . પરંતુ હાલમાં મહંદઅંશે આ કાર્યવાહી બંધ હોવાનું જાણવા મળી રહયું છે , તો સરકારી તંત્ર દ્વારા ગેસ સીલીન્ડરના વજન ચેક કરવાની કાર્યવાહી કરવામાં આવે , જે રાંધણગેસ એજન્સી ગ્રાહકોને ઓછા વજનના સીલીન્ડર આપે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે , ગેસ સીલીન્ડરમાં ૧૪ કિલો , ૨૦૦ ગ્રામ , ગેસ અને ૧૪ થી ૧૫ કિલો ખાલી બાટલાના વજન સહિત કુલ ૨૯ થી ૩૦ કિલો નું ગેસ સીલીન્ડરનું વજન હોવું જોઇએ , ગેસ ગ્રાહકોએ પણ પોતાના ઘરમાં ઇલેક્ટ્રોનિકસ નાની સાઇઝના વઝન કાંટા વસાવી લેવા જોઇએ જ્યારે પણ ડીલીવરી બોય બાટલો દેવા આવે ત્યારે પોતાની જાતે જ વજનની ચકાસણી કરી લેવી જોઈએ જે વજન ઓછુ જણાય તો જે તે ગેસ એજન્સીને ફરીયાદ કરી શકાય છે .
વધુમાં જણાવા મળ્યા મુજબ હાલમાં ગેસ સીલીન્ડરની કિંમત રૂા . ૬૦૨ છે . જે કોઈ ડીલીવરી બોય વધુ પૈસા માંગે તો તેની સામે પણ ફરીયાદ થઈ શકે છે . ભાવનગર શહેરમાં ઈન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઈ.ઓ.સી.)ની ૬ જેટલી એજન્સીઓ છે , જેમાં ભાવનગર સહકારી હાટ , દિમી , એચ.કે.કામદાર , અર્શ , શિવપ્રાથમિક સોસાયટી , જયશક્તિ ઇન્ડેન ગેસ એજન્સી , તેમજ ભારત પેટ્રોલિયમ ગેસ એજન્સી , કંપનીમાં સીતારામ , ક્રિષ્ના , અને આસ્થા , જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ક . ની રાજદીપ ગેસ એજન્સી , ભાવનગર શહેરમાં કાર્યરત છે . આઈ.ઓ.સી.ના અંદાજે ૭૦ થી ૮૦ હજાર ગેસ ગ્રાહકો હોવાનું જાણવા મળી ૨હયુ છે.

Previous articleવધુ ૩ મોત સાથે કાળીયારનો મૃત્યુઆંક ૮ થયો
Next articleપાલીતાણાના શેત્રુંજી ડેમનું દરિયામાં વહી જતું પાણી બંને કાંઠાની કેનાલમાં છોડાયું