મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા, ભાવનગર ગ્રામ્ય, પલીતાણા અને તળાજા એમ ચાર તાલુકામાં આરોગ્ય અને પોષણ તાલીમ મહિલા સામખ્યના ઇન્ચાર્જ ડી.પી.સી. ઇલાબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ જેમાં ચારેય તાલુકાના સંઘના બહેનો- કિશોરીઓને આરોગ્યલક્ષી વિવિધ માહિતી આપવામાં આવેલ. જેમાં યોગાસન, કોવીડ -૧૯ ની માહિતી સાવચેતી, વિવિધ પ્રકારના ઉકાળા બનાવતા શીખવ્યુ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સુત્રોચ્ચાર વગેરે આયોજન કરવામાં આવેલ. સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સનાં નિયમનું પાલન કરી, માસ્ક પહેરાવી, હાથ સેનીટાઈઝર કરી, બહેનો – કિશોરીઓને જોડવામાં આવ્યા હતા. આરોગ્ય અને પોષણ તાલીમમાં કુલ ૩,૪૧૨ સંઘની બહેનો – કિશોરીઓ સહભાગી થયેલ. ચારેય તાલુકામાં કુલ ૬૯ ગામોમાં તાલીમો કરવામાં આવેલ આ સાથે બહેનોને પોષણને લગતી માહિતી આપવામાં આવી. કુપોષણનાં ચક્ર વિશે સમજાવવામાં આવ્યું. કિશોરીઓને સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રકારના પોષણયુક્ત આહાર અંગેની માહિતી પણ આપવામાં આવી. ગ્રામ્ય સ્તરની બહેનો- કિશોરીઓ પોષણયુક્ત આહાર લે તે માટે મહિલા સામખ્યના દરેક સી.આર.પી, જે.આર.પી. દ્વારા સમજ આપવામાં આવી હતી.