રાણપુર તાલુકામા ભારે વરસાદના કારણે ખેડૂતોનાં પાકને નુકશાન.વરસાદનું પાણી ખેતરોમાં ભરાઈ રહેતા પાક સુકાવવા લાગ્યો.

286

તાલુકાના ગામડાઓ કુંડલી,પાણવી, રાજપરા, સુંદરીયાણા, નાનીવાવડી, મોટીવાવડી,ધારપીપળા,નાગનેશ,દેવળીયા સહીતના મોટાભાગના ગામડાના ખેડૂતોના ખેતરોમા પાણી ભરાય ગયા છે. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામા ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે વરસાદના પાણી ખેતરોમા ભરાય જવાથી ખેડુતોના પાકને નુકશાન થતા રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. માટે આ અંગે તંત્ર દ્વારા વહેલીતકે સર્વે કરી સહાય કરવામા આવે તેવુ ખેડુતો માંગ કરી રહ્યા છે.
રાણપુર તાલુકામા ચાલુ વર્ષે વધુ વરસાદ ખાબકતા ખેડુતોના ખેતરોમા પાણી ભરાય જવાથી ખેડુતોનો તૈયાર થયેલ પાક કપાસ, તલ, જુવારના પાકને મોટુ નુકશાન થયુ છે જેના લીધે ખેડુતોને આ તૈયાર થયેલ પાકને મોટુ નુકશાન થતા લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રાણપુર તાલુકામા વધુ વરસાદ પડતા તાલુકાના ગામડાઓ ખસ, બગડ, અળવ, કુંડલી, પાણવી, રાજપરા, સુંદરીયાણા, નાનીવાવડી, મોટીવાવડી,ધારપીપળા,ઉમરાળા,નાગનેશ,દેવળીયા સહીતના મોટાભાગના ગામડાના ખેડૂતોના ખેતરોમા પાણી ભરાય ગયા છે. જેના લીધે ખેડુતોના પાકને મોટુ નુકશાન થયુ છે. ખેડુતોને આ પાક તૈયાર કરવામા લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વરસાદના લીધે ખેડુતોનો પાક નિષ્ફળ જતા ખેડુતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમા સર્વે કરી ઘટતુ કરવામા આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

Previous articleમહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય અને પોષણ તાલીમ યોજાઈ
Next articleભાવનગરમાં ૩૦ મી સુધીમાં વ્યવસાયવેરો નહી ભરનારને વેપારીઓને સામે દંડાત્મક કાર્યવાહી થશે