શિહોર પછી આવતું ફાટક રાત્રે ૪ કલાક બંધ રહેશે

464

રેલ્વે દ્વારા જણાવામાં આવે છે કે તા.૯-૯-૨૦૨૦ના રોજ રાત્રીના ૧૨-૩૦ થી સવારના ૫-૩૦ વાગ્યા સુધી સિહોર-પાલીતાણા રેલ્વે લાઈન ઉપર આવેલા ફાટક નં.૩ કે જે સિહોર-સોનગઢ હાઈ-વે ઉપર આવેલ છે. તેમા પાટા તથા સ્લીપર બદલવાના હોવાથી તથા રીપેરીંગ કામ કરવાનું હોવાથી ઉપરોક્ત સમય દરમિયાન ફાટકને વાહનોની અવર-જવર માટે બંધ રાખવામાં આવશે જેની સર્વોએ જાહેર જનતાએ નોંધ લેવી. વૈકલ્પીક વ્યવસ્થા તરીકે રેલ્વેના ફાટક નં. ૫ ઉપર થઈને કરકોલીયા ગામના રસ્તે થઈને સોનગઢ જઈ શકાશે. અથવા રેલ્વે સ્ટેશન પાસે આવેલા ઘાંઘળી ફાટક નં.૨૦૫ અને નેસડા ફાટક નં. ૨૦૫-બી ઉપર થઈને પણ સોનગઢ જઈ શકાય છે જેની નોંધ લેવી.
ઉપરોક્ત વ્યવસ્થાની જાણ રેલ્વે સત્તાવાળાઓ તરફથી મામલતદારને સિહોર તથા સીટી પોલીસ સ્ટેશન સિહોરને પણ લેખીત પત્ર દ્વારા જાણકારી આપવામાં આવેલ છે.

Previous articleભાવનગરમાં ૩૦ મી સુધીમાં વ્યવસાયવેરો નહી ભરનારને વેપારીઓને સામે દંડાત્મક કાર્યવાહી થશે
Next articleજો સત્તાધીશો ભ્રષ્ટાચારમાં સામેલ ન હોય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે