બોટાદના હેડક્વાર્ટર ખાતે પોલીસ તાલીમ ભવનમાં ગુજરાત પોલીસના રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ડી.વાય.એસ.પી. ઝેડ.આર. દેસાઈ તથા એસ.ઓ.જી. પીઆઇ એચ.આર ગોસ્વામી તથા બોટાદ પી.એસ.આઇ આર.બી. કરમટીયા તથા હેડ ક્વાર્ટર પી.એસ.આઈ. એ.જી. જાડેજા તથા એમ.ટી. પી.એસ.આઈ.પરમાર તથા બોટાદ શહેરના વિવિધ હોદ્દેદારો જેમાં ચંદુભાઈ સાવલિયા (બોટાદ શહેર ભાજપ પ્રમુખ) તથા ભીખુભાઈ વાઘેલા (બોટાદ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ) તથા ધર્મેન્દ્રભાઈ વડોદરીયા (એ.પી.એમ.સી. વાઇસ ચેરમેન) તથા દશરથભાઈ સોલંકી (પ્રમુખ બોટાદ નગરપાલિકા) તથા અનિલભાઈ શેઠ (કારોબારી ચેરમેન નગરપાલિકા) તથા જીગ્નેશભાઈ બોળીયા (બોટાદ શહેર ભાજપ યુવા મંત્રી) તથા વનરાજભાઈ રાઠોડ, યુનુસભાઇ બેલીમ તથા બાબુભાઈ ગોલાણી, પિતાભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ લકુમ, ભરતભાઈ ગોહિલ, પંકજભાઈ વગેરે સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા તથા જી.આર.ડી. કમાન્ડર હરેશભાઈ ધાધલ તથા જી.આર.ડી. જવાનો તથા પોલીસ જવાનો તથા પોલીસ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.સૌપ્રથમ વંદે ગુજરાત ચેનલ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત પોલીસના રાજ્યકક્ષાના વન મહોત્સવ નું પ્રસારણ નિહાળ્યું ત્યારબાદ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા વૃક્ષોનો ઉછેર અને તેનું જતન કેમ કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા હાલમાં બોટાદ હેડ ક્વાર્ટરની અંદર ૨૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે અને તેને વર્ષના અંત સુધીમાં ૫૦૦૦ વૃક્ષો ના વૃક્ષારોપણનું લક્ષ્યાંક છે જે બધાના સહિયારા પ્રયાસથી પૂર્ણ કરવામાં આવશે તેઓ નિર્ધાર કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિવિધ હોદ્દેદારો દ્વારા બોટાદ તાલીમ ભવનની પાછળ વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.